Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોદી સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલમાં રૂ.9.5 અને ડીઝલમાં રૂ.7 ઘટશે :નાણામંત્રીએ કરી જાહેરાત

પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડશે સરકાર

નવી દિલ્હી : આખરે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહી છે. આને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલમાં 7 રુપિયાનો ઘટાડો આવશે જે લોકો માટે ખૂબ મોટી રાહત છે.

   આ સાથે વધુ એક રાહત આપતા મોદી સરકારે ગેસ સિલિન્ડર પર(12 સિલિન્ડર સુધી) પર 200 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે.

પેટ્રોલ પર 8 રુપિયાની એક્સાઈઝ ડ્યુટી અને  ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડાને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલના ભાવમાં 7 રુપિયાનો ઘટાટો આવશે.

 

(7:11 pm IST)