Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (JNU) માં એક વધુ શરમજનક ઘટના : કેમ્પસમાં રહેતી અને MCA નો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર : ઇન્સટ્રાગ્રામના માધ્યમથી દોસ્તી કરી બળાત્કાર કર્યો : JNU યુનિવર્સીટીમાં ભાષાનો કોર્સ કરી રહેલા આરોપી યુવાનની ધરપકડ

ન્યુદિલ્હી : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસમાં MCAની વિદ્યાર્થીની પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશને કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી 31 વર્ષીય હિમાંશુ રંજન મૂળ ઝારખંડનો છે. તે JNUમાં જ ભાષા વિભાગમાં ભાષાનો કોર્સ કરી રહ્યો છે અને CA પણ છે. તે મુનિરકામાં ભાડેથી રહે છે.

પીડિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું છે કે તે જેએનયુમાં એમસીએની વિદ્યાર્થીની છે અને હોસ્ટેલમાં રહે છે. તે એક કંપનીમાં ઈન્ટર્નશિપ કરી રહી છે. આરોપી તેની સાથે ઈન્સ્ટાગ્રામ પર ઓળખાયો હતો. તેણે ઓફિસની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર મૂકી હતી. જેના કારણે આરોપીએ તેની સાથે પરિચય થયો હતો.

પીડિત વિદ્યાર્થીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પીડિતા જેએનયુમાં એમસીએની વિદ્યાર્થીની છે અને હોસ્ટેલમાં રહે છે. તે એક કંપનીમાં ઈન્ટર્નશિપ કરી રહી છે. તેણે ઓફિસની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર મૂકી હતી. જેના કારણે આરોપી તેની સાથે પરિચય કર્યો હતો.

આરોપીએ નોકરીના બહાને વાત કરવાનું શરૂ કર્યુંઃ પીડિતાએ જણાવ્યું કે હિમાંશુએ તેની તસવીર પર મેસેજ કરીને કહ્યું કે તે પણ જેએનયુનો વિદ્યાર્થી છે. તેણે પીડિતાને પણ નોકરી અપાવવા વિનંતી કરી. આ બહાને તેણે તેની સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું. આ પછી આરોપીએ મોબાઈલ નંબર લઈને ફોન પર વાત કરવાનું શરૂ કર્યું.

ઈન્ડિયા કોફી હાઉસની પાછળ કરવામાં આવ્યો બળાત્કારઃ 14 મેના રોજ તેણે પીડિતાને પરિસરમાં સ્થિત ઈન્ડિયા કોફી હાઉસ પાસે બોલાવી હતી. થોડીવાર નોકરી, અભ્યાસ વગેરે વિશે વાત કરી અને પછી મિત્રતાની વાત કરી. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો આરોપી તેને અંધારામાં ઈન્ડિયન કોફી હાઉસની પાછળ લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો. આ દરમિયાન તેણે પીડિતાનો મોબાઈલ પણ છીનવી લીધો હતો. બાદમાં પીડિતાએ કોઈની મદદથી પોલીસને જાણ કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:27 pm IST)