Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

અમુક ચાઈનીઝ કંપનીઓના શેરનું લિસ્ટિંગ અટકાવી દેવાશે : યુ.એસ.સેનેટમાં પ્રસ્તાવ પસાર : અમેરિકાના ઓડિટ અને ધારાધોરણનું પાલન કરવું ફરજીયાત

વોશિંગટન : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર થવાના ભણકારા વાગી રહ્યા છે તેવા સંજોગોમાં અમેરિકાએ મોટું પગલું ભર્યું છે.જે મુજબ અમુક ચાઈનીઝ કંપનીઓના શેર્સનું લિસ્ટિંગ અમેરિકન શેર માર્કેટમાં અટકી શકે છે.આ કંપનીઓ માટે અમેરિકાના ઓડિટ અને નક્કી કરેલા ધારાધોરણમાં આવવું ફરજીયાત કરાયું છે. અન્યથા તેના શેર્સનું લિસ્ટિંગ અટકાવી દેવાનો પ્રસ્તાવ યુ.એસ.સેનેટમાં પસાર થઇ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:53 pm IST)