Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

‘અમ્ફાન’ વાવાઝોડાનું પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાંડવ: 4ના મોત: અનેક વિસ્તારમાં અંધારપટ્ટ

155-165થી 185 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો:સંખ્યાબંધ મકાનો,પુલો અને વીજ થાંભલા અને મોબાઈલ ટાવરો જમીન દોસ્ત : ઓડિશામાં NDRFની 20 અને પશ્ચિમ બંગાળમાં 19 ટીમો તૈનાત

 

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં સુપર સાઈક્લોન અમ્ફાન ટકરાઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો. બન્ને રાજ્યોના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અમ્ફાન વાવાઝોડાથી અત્યાર સુધી 4 લોકોના મોત થઈ ચૂક્યાં છે. બે લોકોના મોત ઓડિશા અને બે લોકોના મોત પશ્ચિમ બંગાળમાં થયા છે. અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ચૂક્યો છે.

  અંગે ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટરે જણાવ્યું કે, અમ્ફાન વાવાઝોડાને પગલે 155-165થી 185 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પવન ફૂંકાયો હતો. હાલ વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં સાગર આઈલેન્ડના 35 કિલોમીટર નોર્થ-ઈસ્ટ, કોલકતા સાઉથથી 70 કિમી અને ઈસ્ટ-નોર્થઈસ્ટથી 95 કિમીના અંતરે છે
  વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળના કોલકતામાં પણ જોવા મળી છે. અહીં અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને NDRFની ટીમે રેસ્ક્યુ કરી રહી છે.
 
વાવાઝોડુ પશ્ચિમ બંગાળ તરફ વધવા દરમિયાન તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વીજ અને ટેલિકૉમ વિભાગને પણ મોટુ નુક્સાન થયું છે. વાવાઝોડાના કારણે ઓડિશાના ભદ્રક અને કેન્દ્રપાડામાં બે મોતના સમાચાર મળ્યા છે.
 
અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, વાવાઝોડું 130 થી 140 કિમીની ઝડપે પસાર થયું. અનેક પુલોને નુક્સાન થયું છે. સ્ટ્રીટ લાઈટના થાંભલા અને મોબાઈલ ફોટનના ટાવરો જમીન દોસ્ત થઈ ગયા છે. અનેક કાચા મકાનો ધરાશાયી થયા છે. કોલકતાનું ડમડમ એરપોર્ટ ગુરૂવાર સવાર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ઉત્તર 24 પરગના અને હાવડામાં 1-1 ના મોત થયા છે.
અંગે NDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશા બન્ને રાજ્યો પર અમારી નજર છે. ઓડિશામાં NDRFની 20 અને પશ્ચિમ બંગાળમાં 19 ટીમો કામ કરી રહી છે. અમારી તમામ ટીમો પાસે સેટેલાઈટ સંચાર સિસ્ટમ છે. ઉપરાંત અમારી પાસે વૃક્ષો કાપવા માટે આધૂનિક મશીન છે. સિવાય અન્ય ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

 

(12:30 am IST)