Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

પતિએ TikTok વીડિયો બનાવવા દબાણ કરતા પત્ની અને પુત્રએ કરી આત્મહત્યા!

પત્નીએ પત્નીની ઈચ્છા વિરુદ્ધ જઈને ટીકટોક વીડિયો મોત વ્હાલું કર્યું : પુત્રએ પણ જીવન ટૂંકાવ્યું

 

નવી દિલ્હી : સોશિયલ મીડિયાની એપની આદતના લીધે આત્મહત્યાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા એપ ટીકટોકથી વીડિયો બનાવવા મુદે તકરાર થઈ હતી. આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં 35 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્ની સાથે દબાણપૂર્વક ટીકટોક વીડિયો બનાવ્યો. જો કે પત્નીએ અને દીકરાએ વીડિયો બનાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી છે.

   પત્નીએ પત્નીની ઈચ્છા વિરુદ્ધ જઈને ટીકટોક વીડિયો બનાવ્યું. જે બાદ પત્નીએ સાઈનાઈડ પીઈને મોત વ્હાલું કરી લીધું હતું. માતાએ આત્મહત્યા કરી તે જોઈને દીકરાએ પણ સાઈનાઈડ પીને આત્મહત્યા કરી લીધી..આમ એક સોશિયલ મીડિયા એપ્લિકેશનના લીધે 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

(8:34 am IST)