Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઇન્ડિયન ઓઇલને પાછળ છોડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવકની દૃષ્ટિએ દેશની સૌથી મોટી કંપની બની

નવી દિલ્હી :iભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની ઓઇલથી ટેલીકોમ ક્ષેત્રમાં કાર્યરત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સરકારી માલિકીની ઇંધણ શુધ્ધિકરણ કરતી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ રાખીને કુલ આવકની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે.

 

માર્ચમાં પૂર્ણ થયેલા વર્ષમાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 6.17 ટ્રિલિયન રૂપિયા (87.9 અબજ ડોલર)નું વેચાણ કર્યું હતું. તેની સરખામણીએ સમાન સમયગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 6.23 ટ્રિલિયન રૂપિયા હતી.

 

ભારતમાં ગ્રાહકોની ઝડપથી વધી રહેલી સંખ્યા પર લગાવેલો દાવ રિલાયન્સને ફળ્યો છે, જેણે એની આવકનો આશરો ચોથો હિસ્સો ટેલીકોમ, રિટેલ અને ડિજિટલ સર્વિસીસ જેવા નવા વ્યવસાયોમાંથી મેળવ્યો છે. આ પ્રકારનાં ક્ષેત્રોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રવેશથી અંબાણીની સંપત્તિમાં વધારો થયો હતો, જેની મદદથી તેમને એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ બનવામાં મદદ મળી હતી પરંતુ તેની સાથે તેમજ કંપનીનું દેવું પણ વધીને 1.93 ટ્રિલિયન રૂપિયા થયું હતું.

 

ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ આવક ઓઇલ રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ગેસ બિઝનેસમાંથી મેળવે છે. આ કંપની માર્ચનાં અંત સુધીમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની એમ કુલ 927 અબજ રૂપિયાની લોન ધરાવતી હતી.

 

(10:56 pm IST)