Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

''માનવ એકતા દિવસ'': સમગ્ર વિશ્વમાં ભાઇચારાની ભાવના ફેલાવવા કાર્યરત સંત નિરંકારી મિશનના ઉપક્રમે યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૨૮ એપ્રિલના રોજ કરાયેલી ઉજવણીઃ બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થફેરનું આયોજન કરાયું

કેલિફોર્નિયાઃ સમગ્ર વિશ્વમાં ભાઇચારાની ભાવના ફેલાવવા માટે કાર્યરત સંત નિરંકારી મિશનના ઉપક્રમે દર વર્ષે એપ્રિલ માસમાં માનવ એકતા દિવસ ઉજવાય છે. જે અંતર્ગત ૨૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ ટ્રેસી કેલિફોર્નિયામાં પણ ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થફેરનું આયોજન કરાયું હતું.

નોર્ધન કેલિફોર્નિયા ચેપ્ટર આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમેરિકન રેડક્રોસનો સહયોગ મળ્યો હતો. તથા રકતદાતાઓ માટે સ્નેકસ, ફ્રુટસ, જ્યુસ સહિતની વ્યવસ્થા કરાઇ હતી.

માનવ એકતા દિવસને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા સંત નિરંકારી મિશન નોર્ધન કેલિફોર્નિયા ચેપ્ટરના વોલન્ટીઅર્સએ જહેમત ઉઠાવી હતી.

(7:51 pm IST)