Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

લોકસભા : સટ્ટાબજારમાં પણ ભાજપ હોટફેવરીટ

સીટો ઓછી રહેશે પરંતુ ભાજપને સૌથી વધુ સીટો : સટ્ટાબજારમાં ભાજપને ૨૩૮થી ૨૪૫ બેઠકો મળી શકે

નવી દિલ્હી,તા. ૨૧ : લોકસભાની ચૂટણી માટે પરિણામની જાહેરાત કરવામાં આવે તે પહેલા એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા છે.એક્ઝિટ પોલના તારણ મુજબ  ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની જીત દર્શાવવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ જુદા જુદા અન્ય સર્વેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઇ રહી છે. અલબત્ત મુંબઇને બાદ કરતા મોટા ભાગની જગ્યાએ સટ્ટાબાજ એગ્ઝિટ પોલની સરખામણીમાં કેટલીક ઓછી સીટો આપી રહ્યા છે. સાત તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ હવે સટ્ટાબજારમાં પણ ગરમી જામી છે. સટ્ટા બજારમાં ભારતીય જનતા પાર્ટીને ૨૩૮તી ૨૪૫ સીટો આપવામાં આવી રહી છે. રાજસ્થાનમાં સટ્ટાબાજ ભારતીય જનતા પાર્ટીને ૨૪૨-૨૪૫ સીટો આપી રહ્યા છે. જ્યારે દિલ્હીના સટ્ટાબાજ આ સંખ્યા ૨૩૮તી ૨૪૧ દર્શાવી રહ્યા છે. મુબઇમાં એનડીએની સાથે સટ્ટાબાજ દેખાઇ રહ્યા છે. તેમનુ માનવુ છે કે ભાજપ-એનડીએ સરળતાથી ૩૦૦ના જાદુઇ આંકડાને પાર કરી લેશે. જ્યારે ૫૪૩ સભ્યોના ગૃહમાં બહુમતિ માટે જાદુઇ આંકડો ૨૭૧નો રહ્યો છે. દેશના કારોબારીઓ પણ મોદી પર વધારે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં જે ચૂંટણી થઇ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીને ૨૮૨ સીટો મળી હતી. જ્યારે એનડીએના સાથી પક્ષોની સાથે મળીને તેને ૩૩૬ સીટો મળી હતી. મોટા ભાગના એગ્ઝિટ પોલમાં ભાજપને એકલા હાથે બહુમતિની નજીક દર્શાવવામાં આવે છે. સટ્ટાબજારમાં આ આંકડો થોડોક ઓછો છે પરંતુ એનડીએને તો પૂર્ણ બહુમતિ આપવામાં આવી રહી છે. સી વોટરના એગ્ઝિટ પોલમાં ભાજપને ૨૩૬ સીટો આપવામાં આવી રહી છે. જે સટ્ટાબજારની ગણતરીની નજીક છે. સટ્ટાબજાર માને છે કે કોંગ્રેસ ૮૨ સીટો સુધી જીતી શકે છે. કેટલાક એક્ઝિટ પોલમાં તો એનડીએને ૩૦૦થી વધારે સીટ આપવામા ંઆવી રહી છે. કેટલાક સટ્ટાબાજ તો એનડીએની હાર પર પણ સટ્ટો લગાવે છે. સટ્ટાબાજોની વાત કરવામાં આવે તો આ લોકો જુદા જુદા રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટી પર મોટો સટ્ટો લગાવી રહ્યા છે. તેમના કહેવા મુજબ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ૨૩ સીટો જીતી લેવામાં સફળ સાબિત થઇ શકે છે. મહારાષ્ટ્રમાં ૩૩ સીટો મળી શકે છે. આવી જ રીતે મધ્યપ્રદેશમાં ૨૨ સીટો આપવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા.

સટ્ટાબજાર શુ કહે છે

નવી દિલ્હી, તા.૨૧ : લોકસભાની ચૂટણી માટે પરિણામની જાહેરાત કરવામાં આવે તે પહેલા એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા છે.એક્ઝિટ પોલના તારણ મુજબ  ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની જીત દર્શાવવામાં આવી રહી છે.મુબઇમાં એનડીએની સાથે સટ્ટાબાજ દેખાઇ રહ્યા છે. તેમનુ માનવુ છે કે ભાજપ-એનડીએ સરળતાથી ૩૦૦ના જાદુઇ આંકડાને પાર કરી લેશે. જ્યારે ૫૪૩ સભ્યોના ગૃહમાં બહુમતિ માટે જાદુઇ આંકડો ૨૭૧નો રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સક્રિય રહેલા તમામ પ્રકારના સટ્ટાબજારમાં આંકડા શુ કહે છે તે નીચે મુજબ છે

રાજ્ય........................................................... બેઠક

ગુજરાત.......................................................... ૨૩

ઉત્તરપ્રદેશ...................................................... ૪૨

મહારાષ્ટ્ર......................................................... ૩૩

મધ્યપ્રદેશ....................................................... ૨૨

રાજસ્થાન........................................................ ૨૧

(7:33 pm IST)
  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST

  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST

  • આણંદના ઉમરેઠમાં ડુબી જવાથી ૪ જાનૈયાના મોત : આણંદના ઉમરેઠમાં મહિસાગર નદીમાં ન્હાવા ગયેલા પાંચ માંથી ચારના મોતઃ ઉમરેઠ પ્રતાપપુરા ગામની ઘટનાઃ એક બાળક અને ત્રણ મહિલાના મોત નિપજયા access_time 3:10 pm IST