Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઇફ્તાર માટે ઇસ્‍લામાબાદમાં એકત્રિત થયેલ વિપક્ષી પાર્ટીઓ ઉપર નિશાન સાધતા પાકિસ્‍તાનના વડાપ્રધાન ઇમરાન ખાનઃ દેશની આર્થિક કંગાલી માટે જવાબદાર ગણાવ્યુ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇફ્તાર માટે ઇસ્લામાબાદમાં એકત્રીત થયેલ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેમને દેશની આર્થિક કંગાલી અને ભારે વિદેશી દેવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ની નેતા મરિયમ નવાઝે એકતા પ્રદર્શિત કરવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો સાથે તેમની તરફી રવિવારે અપાયેલ ઇફતાર પાર્ટીમાં મુલાકાત કરી હતી.

પહેલી વખત છે જ્યારે મરિયમનું  બિલાવલ સાથે આમનો સામનો થયો જેની દિવંગત માં બેનરજીર ભુટ્ટો જેલમાં પુરાયેલ પૂર્વ વડાપ્રધાન વાઝ શરીફના પ્રતિદ્વંદી હતા પરંતુ ત્યાર બાદ બંન્ને સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની વિરુદ્ધ એક બીજા સાથે હાથ મિલાવી લીધો હતો. ઇફતાર રાત્રી ભોજનમાં આવામી નેશનલિસ્ટ પાર્ટી નેતા અસફંદિયાર વલી, પશતુનખા મિલી આવામી પાર્ટીના પ્રમુખ મહેમુદ ખાન અચકજઇ સહિત વિપક્ષનાં અન્ય નેતામાં જોડાયા હતા. ખાને કહ્યું કે, લોકો ( વિપક્ષી નેતા) લોકશાહીના બચાવનાં નામે એકત્રીત થયા. અસલમાં તેઓ દેશમાં હાલમાં પેદા થયેલા સંકટ માટે જવાબદાર છે.

ખાને કહ્યું કે, પાકિસ્તાન તહરીક ઇંસાફ સરકારે એવા આકરા સમયમાં કાર્યભાર સંભાળ્યો જ્યારે દેશનું દેવું ઐતિહાસિક રીતે વધી ગયું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર પ્રગતિ માટે આશાન્વિત છે અને તેઓ સાબિત કરશે કે પાકિસ્તાન ક્ષેત્ર હંમેશા માટે ટોપ પર રહેશે.

(4:47 pm IST)
  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે એકિઝટ પોલ સરદાર એકિઝસ્ટ માય ઈન્ડિયાએ તેની વેબસાઈટ ઉપરથી બેઠકો વાઈઝ આપેલા તમામ ડેટા હટાવી લીધા છે : કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના કોને કેટલા ટકા મત મળ્યા તે સહિતના ડેટા એક એકિઝટ માય ઈન્ડિયાએ દૂર કરતાં એવું માનવામાં આવે છે કે નવી અપડેઈટ કરેલી માહિતી ટૂંક સમયમાં તેઓ આપી રહ્યા છે access_time 4:56 pm IST