Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

કબાડીએ ૧ર લાખમાં ખરીદેલું એન્‍જિન બની ગયું શહેરનું નવું સેલ્‍ફી પોઇન્‍ટ

ભિલવાડા તા. ર૧: કયારેક ભંગારમાં લીધેલી ચીજ પણ લોકો માટે જબરૂં આકર્ષણ બની જાય છે. રાજસ્‍થાનના ભીલવાડામાં પણ આવું જ થયું છે. અંબાલાલ ખોઇવાલ નામના એક ભંગારવાળાએ સ્‍થાનિક સિમેન્‍ટ પ્‍લાન્‍ટ પાસેથી રેલવેનું એક એન્‍જિન ભંગારના ભાવે એટલે કે વજનના હિસાબે ખરીદ્યું હતું. લગભગ ૩ર ટન વજનનું એન્‍જિન તેણે બાર લાખ રૂપિયામાં ખરીદેલું. નીમચ ગામ પાસે ખોરમાં આવેલી સિમેન્‍ટ ફેકટરીથી સ્‍ટેશન સુધી આદિત્‍ય બિરલા ગ્રુપની રેલવેલાઇન છે. આ એન્‍જિન સ્‍ટેશન અને પ્‍લાન્‍ટ વચ્‍ચે માલગાડીનું વહન કરનારી ટ્રેનનું હતું. એ જૂનું થઇ જતાં કંપનીએ વેચી નાખ્‍યું. ડીઝલ એન્‍જિન લગભગ પ૦,૦૦૦ ટન વનજ ખેંચી શકે એવું છે. અંબાલાલે કંપનીના પ્‍લાન્‍ટમાંથી આ એન્‍જિન ઉપાડીને ટિળકનગર વિસ્‍તારમાં મુકયું હતું. જોકે રોડની કિનારએ પડેલું આ એન્‍જિન યંગસ્‍ટર્સ માટે સેલ્‍ફ પોઇન્‍ટ બની ગયું હતું. હવે આવતા-જતા લોકો એન્‍જિન સાથે એકાદ સેલ્‍ફી ખેંચીને આગળ વધ઼ે છે.

(3:56 pm IST)