Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

NDAને ૩૫૦ બેઠકો મળશે

વારાણસીમાં મોદીજી ૫ લાખથી વધારે મતથી થશે વિજેતા : નાથાભાઈ કાલરીયા (મુંબઈ)એ આપ્‍યો ચૂંટણી પરિણામનો વર્તારો

રાજકોટ, તા. ૨૧ :  રાજકોટ જિલ્લાના વતની એન.આર.આઈ. પાટીદાર અગ્રણી હાલ મુંબઈ રહેતા નાથાભાઈ કાલરીયાએ લોકસભા ચૂંટણી અંગે એવો વર્તારો આપ્‍યો છે કે એનડીએને ૩૫૦ કે તેથી વધુ બેઠકો મળશે. ગુજરાત, મહારાષ્‍ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ગોવા, બિહારમાં ભાજપનું સ્‍ટીમ રોલર ફરી વળશે. એન.ડી.એ. સિવાય બધાના સુપડા સાફ થશે. ગુજરાતમાં ૨૨થી વધુ બેઠક ભાજપને ફાળે જશે.

શ્રી કાલરીયાએ લેખિતમાં જણાવ્‍યુ છે કે તામીલનાડુમાં ભાજપ ગઠબંધનન ૧૦ બેઠક, કર્ણાટકમાં ૧૫ થી ૨૦, મુંબઈની તમામ બેઠક ભાજપ અને ગઠબંધનને મળી શકે છે. બંગાળમાં ૨૦ થી ૨૭ બેઠક ભાજપના ફાળે જશે.

તેમના જણાવ્‍યા મુજબ દિલ્‍હીની તમામ સાત બેઠક પર ભાજપનો ઝળહળતો વિજય થશે. ગોવાની પણ બધી બેઠક ભાજપ મેળવશે. ઉત્તર પ્રદેશમાં ૭૮માંથી ૫૦ આસપાસ બેઠકો ભાજપ મેળવશે. બિહારમાં ૪૦માંથી ૩૦થી વધારે ભાજપ ગઠબંધન લઈ જશે. મધ્‍યપ્રદેશમાં ૨૦થી વધુ બેઠકો હસ્‍તગત કરશે. રાજસ્‍થાનમાં ભાજપને ૨૦ બેઠકો મળશે. મહારાષ્‍ટ્રમાં ૪૨માંથી ૩૫ જેટલી બેઠક ભાજપ ગઠબંધન મેળવશે તેવી આગાહી તેમણે કરી છે.મહત્‍વની બેઠકોમાં તેમણે વારાણસીમાં નરેન્‍દ્રભાઈ મોદી ૫ લાખથી વધારે મતથી જીતશે તો ગુરૂદાસપુરમાં અભિનેતા સન્‍ની દેઓલ તથા ચંદીગઢથી કીરણ ખેર ચૂંટણી જીતી જશે તેમ જણાવ્‍યુ છે. નાથાભાઈ કાલરીયાએ અગાઉ પણ ચૂંટણી પરિણામો અંગે વર્તારાઓ આપ્‍યા હતા.

(3:52 pm IST)