Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

લોકસભા ચૂંટણીનું મતદાન પુરૂ થતાં જ નમો ટીવી બંધ થઇ ગયું

નવીદિલ્હી,તા.૨૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓ અને અન્ય ચુંટણી સંદેશાઓનો પ્રચાર કરનાર ભાજપ પ્રાયોજિત ચેનલ નમો ટીવી આખરે બંધ થઇ ગઇ.સુત્રોએ જણાવ્યું હતું કે આ ૧૭મેના રોજ બંધ કરી દેવામાં આવી છે જયારે લોકસભા ચુંટણીનો તમામ પ્રચાર અભિયાન ખતમ થઇ ગયું આ ચેનલ ૩૧ માર્ચે જયારથી શરૂ કરવામાં આવી ત્યારથી વિવાદોમાં રહી ગોપનીયતાના શરત પર ભાજપ નેતાએ કહ્યું હતું કે નમો ટીવી લોકસભા ચુંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનના માધ્યમના રૂપમાં લાવવામાં આવી હતી ચુંટણી પુરૂ થવાની સાથે જ તેની હવે કોઇ જરૂરત નથી આથી ૧૭ મેના રોજ તમામ પ્રચાર પુરો થઇ ગયો તો તેને પણ બંધ કરી દેવામાં આવી

આ પહેલા દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારીએ ચુંટણી પ્રચારની મુદ્ત પુરી થયા બાદ પણ નમો ટીવી પર ચુંટણી સંબંધિત અહેવાલો પ્રસારિત કરવા માટે ભાજપને નોટીસ મોકલી હતી પરંતુ પાર્ટીએ કહ્યું હતું કે તેણેે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો નથી એપ્રિલમાં ચુંટણી પંચે નિર્દેશ આપ્યા હતાં કે નમો ટીવી પર બતાવવામાં આવનાર તમામ રેકોર્ડ કાર્યક્રમ પૂર્ણ પ્રમાણિત હોય ત્યારબાદ ચુંટણી નિર્વાચન પંચે ભાજપને તેની મંજુરી વિના ટીવી પર કોઇ પણ સામગ્રી પ્રસારિત ના કરવા માટે જણાવ્યું હતું કોંગ્રેસ સહિત વિપક્ષોએ ચુંટણી પંચને ચુંટણી આચારસંહિતાના ભંગ માટે ચેનલને રદ કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલયને નિર્દેશ આપવા માટે કહ્યું હતું ત્યારબાદ પંચે નમો ટીવી પર મંત્રાલયથી રિપોર્ટ માંગતા એક નોટીસ જારી કરી હતી.

રવિવારે ૧૯ મેના રોજ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના પોતાના ટ્વીટમાં ઉલ્લેખ કરી ચુંટણી પંચ પર પક્ષપાતના આરોપ લગાવ્યો હતો તેમણે લખ્યું હતું કે ચુંટણી બ્રાંડ અને ઇવીએમથી લઇ ચુંટણી કાર્યક્રમમાં છેડછાડ સુધી નમો ટીવી મોદીઝ આર્મી અને હવે કેદારનાથના નાટક સુધી ચુંટણી પંચનું મિસ્ટર મોદી અને તેમને ગેંગની સમક્ષ સમર્પણ તમામ ભારતીયોની સામે જાહેર છે.ચુંટણી પંચનો ડર રહેતો હતો અને તેનું સમ્માન થતુ હતું હવે રહ્યું નથી.

(3:40 pm IST)