Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વાહ ભૈ વાહ... ટીવી ચેનલો જોવાનું સસ્તુ થશે

ચેનલોના ભાવ ઘટાડવા વિચારે છે ટ્રાઇ : ભાડા ઘટાડવાના પ્લાન પર કામ ચાલુ

નવી દિલ્હી તા. ૨૧ : ભારતમાં ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગનું નિયંત્રણ કરતું TRAI હવે ગ્રાહકોનું DTH અને ટીવી કેબલનું બિલ ઘટાડવાની દિશામાં પ્રયત્નો કરી રહ્યું છે. અધિકારીના જણાવ્યા મુજબ TRAIDTH અને કેબલના ભાવ ઘટાડવા માટે નવી સિસ્ટમ અમલમાં મૂકી હતી પરંતુ તેનાથી ધાર્યા પરિણામ મળ્યા નથી. ટ્રાઈના એક અધિકારીએ જણાવ્યું કે, 'બ્રોડકાસ્ટિંગના ભાડા ઘટાડવા માટે કન્સલ્ટેશન પેપર પર કામ ચાલી રહ્યું છે. અમારે જોવું પડશે કે હવે ભાડા ઘટાડવા માટે શું કરી શકાય.' તેમણે આના કરતા વધુ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો.

ભૂતકાળમાં જોઈએ તો સ્ટાર ઈન્ડિયા જેવા બ્રોડકાસ્ટર્સનું માનીએ તો ટ્રાઈ પાસે ભાડા નિશ્ચિત કરવા કોઈ જયુરિસડિકશન નથી. અધિકારીએ જણાવ્યું કે TRAI પાસે સત્તા છે પરંતુ તે હંમેશા માર્કેટ ફોર્સને ભાડા નક્કી કરવા દે છે. આ ફોર્મ્યુલા ટેલિકોમ સેકટરમાં પણ લાગુ પડાશે. ટ્રાઈનો આશય ટીવી ચેનલની બજાર કિંમત પારદર્શક બનાવવાનો છે. આ કારણે ગ્રાહકોનો ટીવી જોવાનો ખર્ચો ઘટી જશે. ટ્રાઈએ જે નવી સિસ્ટમ અમલમાં મૂકી તેની સામે અનેક ફરિયાદ આવી હતી. તેને કારણે ટીવી ચેનલોના ભાવ વધી ગયા હતા અને તેને અમલી બનાવવામાં પણ ખાસી મૂંઝવણ સર્જાઈ હતી. ટ્રાઈના અધઇકારીએ જણાવ્યું ઓથિરીટીએ ધાર્યું હતું તે પ્રકારનું પરિણામ નથી મળ્યું. અમારો આશય ટીવી ચેનલની કિંમતને પારદર્શક બનાવીને ચેનલનો કંટ્રોલ ગ્રાહકોના હાથમાં આપવાનો અને ચેનલો સસ્તી બનાવવાનો હતો પણ એવું થયું નહિ.

ગયા વર્ષે ડિસેમ્બરમાં TRAIએ જણાવ્યું કે ગ્રાહકો જે ચેનલ જોવા માંગે તેના માટે જ તેમણે રૂપિયા ચૂકવવાના રહેશે. આ સાથે તેમણે દરેક ચેનલની જુદી જુદી કિંમત દર્શાવી હતી. નવો નિયમ ૧ ફેબ્રુઆરીથી લાગુ પડ્યો હતો. હવે કોઈપણ ચેનલ બુકેનો ભાગ હોય તેવી ચેનલના ૧૯ રૂપિયા કરતા વધુ ચાર્જ ન કરી શકે. જો કે પ્રિમિયમ ચેનલની કિંમત નિશ્ચિત કરાઈ નહતી. આ ઉપરાંત બધા જ ચેનલ પેકની MRP પર બ્રોડકાસ્ટર કેટલું ડિસ્કાઉન્ટ આપી શકે તે પણ નક્કી નથી. અમુક ગ્રાહકો માટે ભાડા ઘટી ગયા- જેમ કે કોઈ રેસ્ટોરાંમાં આખો દિવસ સ્પોર્ટ્સની જ ચેનલ ચાલતી હોય તો તેમને ફાયદો થયો. પરંતુ મોટાભાગના લોકોને આ કારણે વધુ ભાડુ ચૂકવવાની નોબત આવી. ક્રિસિલના રિપોર્ટ અનુસાર નવા ભાડાને કારણે કેબલ ટીવી અને DTHના સબસ્ક્રાઈબર્સે પહેલા કરતા વધુ રકમ ચૂકવવી પડે છે. આ અંગે ટ્રાઈને ઘણી ફરિયાદો પણ મળી હતી.

રેટિંગ્સ ફર્મ ક્રિસિલના સિનિયર ડિરેકટર સચિન ગુપ્તા જણાવે છે, 'અમારા એનાલિસિસ મુજબ ટ્રાઈના નિયંત્રણોને કારણે ટીવી બિલમાં ૨૫ ટકાનો વધારો થયો છે. જે યુઝર ૧૦ ચેનલ પસંદ કરે તેમના માટે ભાડુ ૨૩૦-૨૪૦થી વધીને પ્રતિ મહિના ૩૦૦ રૂપિયા થઈ ગયું છે. જયારે ૫ ચેનલ પસંદ કરનારાઓનું બિલ ઘટી ગયું છે.ઙ્ખ એ સમયે TRAIએ આ સૂચન ધ્યાનમાં નહતું લીધું અને કહ્યું હતું કે ટીવી ચેનલની કિંમત ધીરે ધીરે ઘટી જશે. TRAIના સેક્રેટરી એસ કે ગુપ્તાએ જણાવ્યું કે, 'અમને આશા છે કે સ્ટેકહોલ્ડર જવાબદારી સાથે વર્તશે. અમને કોઈપણ પ્રકારની અનિયમિતતા જણાવશે તો અમે સ્ટેક હોલ્ડર્સને મળીને યોગ્ય પગલા ભરીશું.'

(3:40 pm IST)
  • આણંદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ૬ના મોત : ૧૦ થી વધુ ઘાયલ : આંકલવાવ તાલુકાના ગંભીરા ગામ પાસે ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત : ૬ વ્યકિતએ ઘટનાસ્થળે દમ તોડ્યો : ૧૦થી વધુને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયા access_time 4:57 pm IST

  • રાફેલ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે કરેલા બદનક્ષીના તમામ કેસો અનિલ અંબાણી પાછા ખેંચી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 4:54 pm IST

  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST