Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

એક્ઝીટ પોલ બાદ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

નવી દિલ્હી ;રવિવારે અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ જાહેર થયાના સતત બીજા દિવસે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. મંગળવારે દિલ્લી સહિત દેશમાં પેટ્રોલના ભાવ 5 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 9 પૈસા પ્રતિ લિટર વધારી દેવામાં આવ્યા છે.

દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. દેશમાં રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના બદલાયેલા ભાવ લાગુ કરવામાં આવે છે.

અમદાવાદમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ 68.60 રૂપિયા છે 1 લિટર ડીઝલનો ભાવ 69.44 રૂપિયા છે. દિલ્લીમાં અત્યારે એક લિટલ પેટ્રોલનો ભાવ 71.17 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 66.20 રૂપિયા પ્રતિ લિટર પર છે.
 કોલકત્તામાં એક લિટર પેટ્રોલનો ભાવ 73.24 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 67.96 રૂપિયે મળી રહ્યુ છે.
મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ 76.78 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 69.36 રૂપિયા પ્રતિ લિટર પર છે.
ચેન્નઈમાં એક લિટર પેટ્રોલનો બાવ 73.87 રૂપિયા છે જ્યારે ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લિટર છે.

(11:52 am IST)