Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ચંદ્રબાબુ કારણ વગર પોતાની જાતને થકવી રહ્યા છે, ર૩ મે સુધી ઉત્સાહ રહે તો સારું: શિવસેના

વિપક્ષમાં વડાપ્રધાનપદના ઓછામાં ઓછા પાંચ ઉમેદવાર છે એથી તેમનો મોહભંગ થવાની વધારે શકયતાઓ છે

નવી દિલ્હી-મુંબઇ તા. ર૧ :.. લોકસભાની ચૂંટણીનાં પરિણામ પહેલાં બીજેપી વિરોધી ગઠબંધનને સક્રિય કરવા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના પ્રયત્નો પર શિવસેનાએ આકરા પ્રહાર કર્યા છે. સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, ચંદ્રબાબુ કારણ વગર પોતાની જાતને થકવી રહ્યા છે. આશા છે કે તેમનો આ ઉત્સાહ ર૩ મે સુધી જળવાઇ રહે. ચંદ્રબાબુએ છેલ્લા બે દિવસ (શનિ-રવી) માં દિલ્હી અને લખનઉમાં નોન-એનડીએ દળના ઘણા નેતાઓની મુલાકાત કરી હતી.

શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે  કે 'વિપક્ષમાં વડાપ્રધાનપદના ઓછામાં ઓછા પાંચ ઉમેદવાર છે એથી તેમનો મોહભંગ થવાની વધારે શકયતાઓ છે. કોણ સરકાર બનાવશે? એનો જવાબ પહેલાં જ આપી દેવામાં આવ્યો છે. અમિત શાહે પાંચમા તબકકાના મતદાન સમયે જ કહી દીધું હતું કે ભાજપ ૩૦૦ - સીટ જીતીને સરકાર બનાવશે. આ સંજોગોમાં ચંદ્રબાબુ કોઇપણ કારણ વગર પોતાની જાતને થકવી રહ્યા છે. આશા છે કે તેમનો આ ઉત્સાહ ર૩ મે સુધી જળવાઇ રહે.'

(11:44 am IST)