Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

'હે ઇવીએમ, હવે તું હિંમત રાખજે, હવે બધુ તારા માથે જ આવવાનું છે'

એકિઝટ પોલના તારણો બાદ સોશિયલ મીડિયામાં રમૂજ

અમદાવાદ તા. ૨૧ : લોકસભા ચૂંટણી માટેનું સાતમા ને છેલ્લા તબક્કા માટેનું મતદાન પૂરૃં થતાં જ એકિઝટ પોલ બહાર પડયા છે, જેમાં ફરી એક વાર મોદી સરકાર બનશે તેવું જાહેર થયું છે. એકિઝટ પોલ સાચા ઠરશે કે પોલંપોલ છે તેનો ફેંસલો ૨૩મી મે ના રોજ થઈ જશે પરંતુ એ પહેલાં સોશિયલ મીડિયામાં કેટલાક રસપ્રદ મેસેજ વહેતા થયા હતા. 'હે ઈવીએમ, હવે તું હિંમત રાખજે, હવે બધું તારા માથે આવવાનું છે*' તો અન્ય એક મેસેજમાં કહેવાયું હતું કે, 'આગાહી, અત્યારે ઈવીએમ પ્રેગનન્ટ છે, જો નોર્મલ ડિલિવરી થશે તો કોંગ્રેસ આવશે, ને સિઝેરિયન થશે તો ભાજપ આવશે.'

'મેં નહીં કમાઉંગા તો યે મુફતખોર ભૂખે મર જાએંગે, હા, મેં કામગાર હું.'

'ન મેં ચોકીદાર,  ન મેં નામદાર , ન મેં બેરોજગાર , મેં હું કામગાર

મેં મધ્યમવર્ગ કા હું. ન મુજે એક રૂપિયે મેં ગેહું મિલેગા, ન હી મુફત મેં શૌચાલય. ન હી મેં કિસી કા વોટબેંક હું. ન હી મુફત પ્રધાનમંત્રી આવાસ કા હક્કદાર. ન હી ઉન ૫૦ કરોડ લોગો મેં હું, જિન્હે આયુષ્યમાન ભારત કા ફ્રી ઈલાજ મિલેંગા. ન હી મિલેંગે ન્યાય કે ૭૨ હજાર. ન હી ઉજ્જવલા કા સિલેન્ડર. ન હી માનનીય કી તરહ બુઢાપે કા પેન્શન. ૨૩ મઈ કો ટીવી દેખકર ખુશ હો લુંગા, સરકાર કિસ કી બનેગી. ઓર ફિર ઉલજ જાઉંગા કે જીવન કે ઉધેડબુન મેં, રોજમર્રાહ કે સંઘર્ષ મેં, પરિવાર કો પાલને મેં. ર મુફતખોરો કે લિએ ટેકસ કમાને મેં, કયોંકિ મેં નહિ કમાઉંગા તો યે મુફતખોર ભૂખે મર જાએંગે, હા, મેં કામગાર હું.

(10:25 am IST)
  • આણંદના ઉમરેઠમાં ડુબી જવાથી ૪ જાનૈયાના મોત : આણંદના ઉમરેઠમાં મહિસાગર નદીમાં ન્હાવા ગયેલા પાંચ માંથી ચારના મોતઃ ઉમરેઠ પ્રતાપપુરા ગામની ઘટનાઃ એક બાળક અને ત્રણ મહિલાના મોત નિપજયા access_time 3:10 pm IST

  • રાજકોટમાં ૪૦.૨ ડીગ્રીઃ ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 3:39 pm IST

  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST