Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

આવતા મહીનાથી પજી નેટવર્કનુ પરિક્ષણ શરૂ કરશે કંપનીઓ

ટ્રાયલ માટે ત્રણ મહિનાનું સ્‍પેકટ્‍સ લાઇસન્‍સ અપાશે : આવતા વર્ષથી ફાઇવ જી નેટવર્ક લાગુ કરવાની યોજના

નવી દિલ્‍હી તા. ર૧: દેશમાંપ-જીનેટવર્ક સેવાઓ માટે દુરસંચાર કંપનીઓ ટ્રાયલ શરૂ કરશે આ ટ્રાયલ ૩ મહીના ચાલશે આ વર્ષના અંત સુધીમાં દેશમાં પ-જી સેવાઓ શરૂ કરવાની યોજના છે ર૦ર૦ સુધીમાં તેને દેશભરમાં લાગુ કરી દેવાશે.

સત્રો અનુસાર આ સપ્તાહમાં દુરસંચાર કંપનીઓને ટ્રાયલ માટે સ્‍પેકટ્‍સ લાઇસંસ આપી દેવામાં આવશે જેથી આવતા મહીનાથી ટ્રાયલ શરૂ કરી શકાય. આ લાઇસંસ અત્‍યારે ત્રણ મહીના માટે અપાશે સુત્રોએ એ પણ જણાવ્‍યું કે આના માટે ત્રણ કંપનીઓ અને દુરસંચાર સેવાઓ આપતી કંપનીઓને ભાગીદારીમાં લાઇસંસ આપવામાં આવશે.

માહિતી અનુસાર રિલાયંસ જીયોની સાથે સેમસંગ પ-જી સેવાઓની ટ્રાયલ લઇ શકે છે. જયારે નોકીયાની સાથે મળીને એરટેલ અને વોડાફન-આઇડીયા, એરેકસન દેશમાં થનાર પ-જી નેટવર્કની ટ્રાયલ કરશે આ ટ્રાયલ ીદલ્‍હીના કોનોટ પ્‍લેસ વિસ્‍તારથી શરૂ કરવામાં આવશે આના માટે કંપનીઓ પોતાના પસંદગીના ગ્રાહકો સાથે મળીને પરિક્ષણ શરૂ કરશે ત્રણ મહિના દરમ્‍યાન દુરસંચાર કંપનીઓને જો એવુ લાગશે કે સારા પરિણામો માટે વધારે ટ્રાયલની જરૂર છે તો લાઇસંસની સમયાવધી વધારવાનો વિકલ્‍પ પણ આપી શકાશે જરૂર પડે તો આ અવ ધી ૧ વર્ષ સુધી પણ વધારી શકાશે

ટ્રાયલ પુરી થયા પછી સ્‍પેકટ્‍સની હરરાજી કરવામાં આવશે. નકકી થયેલ યોજના પ્રમાણે આ વર્ષે ઓકટોબરથી પ-જી સ્‍પેકટ્‍સની નિલામી શરૂ થઇ જશે. ત્‍યાર પછી જ કંપનીઓ આખા નેટવર્કને સમજવા અને તે હિસાબે વિસ્‍તારની યોજનાઓ બનાવી શકશે.

(10:07 am IST)