Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

યુ.કે.માં ગંભીર બીમારીમાં સપડાયેલી ભારતીય મૂળની યુવતીને દેશનિકાલ થતી રોકવા હજારો પ્રજાજનોની સહીઓ સાથે ઓનલાઇન પિટિશન : વિઝાની મુદત પુરી થઇ જતી હોવાથી દેશનિકાલ કરવાના અમાનવીય નિર્ણય વિરુધ્ધ લોકપ્રકોપ

લંડન : યુ.કે.માં ગંભીર બીમારીમાં સપડાયેલી  ભારતીય મૂળની યુવતી ભવાની એસ્પથીને  દેશનિકાલ થતી  રોકવા 1 લાખ 50 હજાર પ્રજાજનોની સહીઓ સાથે ઓનલાઇન પિટિશન કરાઈ છે.સ્થાનિક ડોક્ટરોની સલાહ મુજબ યુવતીને થયેલા રોગને ધ્યાને લેતા તેનું સ્થળાંતર મોતને નોતરી શકે છે.તેમછતાં ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટએ વિઝાની મુદત પુરી થઇ ગઈ હોવાથી તેને દેશ નિકાલ કરવાનો નિર્ણય લીધો છે તથા યુવતીએ મુદત લંબાવી આપવા અરજી કરી હતી તે નામંજૂર કરી છે.આથી  વિઝાની મુદત પુરી થઇ જતી હોવાથી દેશનિકાલ કરવાના અમાનવીય નિર્ણય વિરુધ્ધ યુવતીના ફિયાન્સે  લોકોનો સહકાર માંગતા હજારોની સંખ્યામાં સમર્થન મળ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:25 am IST)