Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

હવે ફાઉન્ડેશન કોર્સનાં આધારે નક્કી કરાશે કેડર: સિવિલ સર્વિસમાં પરીક્ષા અને પોઇન્ટ્સનાં આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવા પ્રસ્તાવ

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ડીઓપીટીને દરખાસ્ત મોકલાઈ :સિવિલ સેવામાં મોટું પરિવર્તન

નવી દિલ્હી : હવે સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે ફાઉન્ડેશન કોર્સમાં મેળવેલા માર્કનાં આધારે નક્કી થશે કે કોણ આઇએએસ બનશે અને કોણ આઇપીએસ સહિતની અન્ય સેવાઓમાં પસંદગી પામશે.વડાપ્રધાન કાર્યાલય દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)ને મોકલવામાં આવેલા પ્રસ્તાવનો જો અમલ થશે તો મોટું પરિવર્તન આવશે

  વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ સિવિલ સર્વિસમાં પસંદગી પામતા કેન્ડિડેટ્સનાં કેડર અને સર્વિસમાં પસંદગીની પ્રક્રિયામાં પરિવર્તનની તરફ મોટું પગલું ભરશે હાલની વ્યવસ્થા હેઠળ સિવિલ સર્વિસ પરિક્ષામાં સફળ થયેલા કેન્ડિડેટ્સને તેમનાં રેકિંગનાં આધારે કેડર અને સર્વિસ ફાળવવામાં આવશે. કેડર ફાળવણી બાદ કેન્ડિડેટ્સને ફાઉન્ડેશન કોર્સ માટે પણ મોકલવામાં આવે છે. 

   પીએમઓ આ વ્યવસ્થામાં પરિવર્તન ઇચ્છે છે. નવી પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠલ પીએમઓએ ડીઓપીટીને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં ફાઉન્ડેશન કોર્સ બાદ કેંડિડેટ્સને કેડર અને સર્વિસ ફાળવણી કરવાની વાત કરાઇ છે. પ્રસ્તાવમાં કહેવાયું છે કે કેંડિડેટ્સને સિવિલ સર્વિસ પરીક્ષા અને ફાઉન્ડેશન કોર્સમાં મળેલા પોઇન્ટ્સનાં આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટનાં આધારે કેન્ડિડેટ્સને કેડર અને સર્વિસ ફાળવવા આવશે. 

    પીએમઓ સાથે પ્રસ્તાવ મળ્યા બાદ ડીઓપીટીએ આ પ્રસ્તાવને પરીક્ષણ માટે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન એન્ટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનાં સ્ટેબલિશમેન્ટ એન્ડ ટ્રેનિંગ બ્રાંચને મોકલી આપ્યું છે. બ્રાંચને મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે પીએમઓ ઇચ્છે છે મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર કાર્યવાહી પુરી કરતા આ જ વર્ષથી લાગુ કરી દેવામાં આવે. 17મેનાં રોજ મોકલાયેલા આ પત્રમાં બ્રાંચને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે એક અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે. 

   કેડર અને સર્વિસ ફાળવણી કર્યા બાદ સિવિલ સર્વિસમાં પસંદગી પામેલા કેન્ડિડેટ્સને 103 અઠવાડીયાની ઇન્ડક્શન ટ્રેનિંગ અપાય છે. જેમાં સૌથી પહેલા ઉમેદવારને 15 અઠવાડીયાનાં ફાઉન્ડેશન કોર્સ કોર્સ માટે મોકલવામાં આવે છે. ત્યાર બાદ 26 અઠવાડીયાનાં ફેઝ વન કોર્સ, 54 અઠવાડીયાનો ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ અને આઠ અઠવાડીયાની ફેઝ-2 કોર્સ હોય છે. ઇડક્શન કોર્સ પુરો થયા બાદ કેંડિડેટ્સની સ્વતંત્ર ગોઠવણી કરવામાં આવે છે. નવ વર્ષની સર્વિસ બાદ ફેઝ-3 ટ્રેનિંગ, 16 વર્ષની સર્વિસ બાદ ફેઝ-4 અને 28 વર્ષની સર્વિસ બાદ ફેઝ-5ની ફરજીયાત ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. 

   15 અઠવાડીયાનાં ફાઉન્ડેશન કોર્સ દરમિયાન ઉમેદવારને ઇકોનોમિક, હિસ્ટ્રી, જનરલ પ્રિન્સિપલ્સ ઓફ લો, લીગલ કોન્સેપ્ટ, સિવિલ એન્ડ ક્રિમિનલ કોર્ટ લો, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, નેચરલ જસ્ટિસ, સીઆરપીસી, કલ્ચર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જેન્ડર સેન્સિટાઇઝેશન, પ્રિવેન્ટિવ કરપ્શન, માનવાધિકાર સહિત અન્ય મુદ્દાઓમાં પારંગત કરવામાં આવે છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિસ સર્વિસ પસંદગી પ્રક્રિયામાં કેન્દ્ર સરકારનું આ પહેલું પરિવર્તન નથી. અગાઉ પણ પીએમઓની તરફથી 2015માં કેડિડેટ્સનાં ટ્રેનિંગ કેરિકુલમમાં મહત્વનું પરિવર્તન કરાયું હતું. જેનાં હેઠળ ઉમેદવારને ત્રણ મહિના સુધી આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ટ્રેનિંગ આપવી ફરજિયાત કરાઇ હતી. પીએમઓ ટુંકમાં જ અગ્રવાલ કમિટી દ્વારા કરાયેલ ભલામણોને સ્વિકારીને કેટલાક અન્ય પરિવર્તનો પણ કરી શકે છે. જેમાં ટ્રેનિંગનો સમયગાળો 1 વર્ષ કરવો, ગામમાં ઉમેદવારોને ફરજ પર મોકલવા, પીએસયૂની પ્રેક્ટિકલ નોલેજ, ફોરેન ટ્રેનિંગ સહિતનાં પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(12:29 am IST)
  • લોકસભામાં ભાજપે પૂર્ણ બહુમતી ગુમાવી : સાથી પક્ષોના ભરોસે સરકારઃ ભાજપની ર૮ર બેઠકો હતી, ર૭૩ રહીઃ કર્ણાટકનું પ્રકરણ ભારે પડયુઃ યેદિયુરપ્પા અને રામુલુએ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા હતાઃ જો કે સરકાર પર કોઇ ખતરો નથી access_time 3:08 pm IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • વિજય માલ્યા બાદ હવે નિરવ મોદી લંડનમાં વસી જાય તેવા સંકેત : તેની સંપતિ પણ લંડનમાં જ છે : મેહુલ ચોકસીએ અમેરીકામાં રહેવાની માગી પરવાનગી access_time 3:56 pm IST