Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

નરેન્દ્રભાઈ-પુતિન મુલાકાત : વિવિધ મુદ્દે 'સોચા'માં અનઔપચારિક ચર્ચા

પુતિન દ્વારા ખાસ લંચ : અનૌપચારીક શિખર મંત્રણામાં ઈરાન પરમાણુ સમજૂતી, આઈએસઆઈએસ, સીરીયા, અફઘાનિસ્તાન અને ન્યુકિલયર પાવર અંગે વાતચીત

નવી દિલ્હી, તા.૨૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારે મોડી સાંજે રશિયા જવા રવાના થઈ ગયા. ૪ વર્ષમાં રશિયાનો ચોથો પ્રવાસ છે. તે સોમવારે સોચી શહેરમાં પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર બેઠક કરશે.

મોદી, પુતિનના આમંત્રણ પર રશિયા પહોંચ્યા છે. મોદી અને પુતિન વચ્ચે ઈરાન પરમાણુ સમજૂતીથી લઈને અમેરિકાના હટવાથી પ્રભાવ, આઈએસ, સીરિયા, અફઘાનિસ્તાનઅને ન્યૂકિલયર પાવર અંગે વાતચીત થવાની સંભાવના છે.

રશિયામાં ભારતના રાજદૂત પંકજ શરણે કહ્યું કે પુતિન અને મોદી વચ્ચે આ મુલાકાત ખૂબ જ ખાસ છે. પુતિને અનેક મુદ્દા પર વાટાઘાટો માટે પીએમ મોદીને રશિયા આવવા આમંત્રણ આપ્યું છે. પુતિનની ઈચ્છા છે કે બંને નેતા ભવિષ્યમાં રશિયાની પ્રાથમિકતાઓ, વિદેશ નીતિ અને પારસ્પરિક સંબંધો પર વાત કરશે. પુતિન અને મોદી સાથે લંચ કરશે.

ભારત અને રશિયા વચ્ચે દર વર્ષે શિખર વાટાઘાટો થાય છે, કારણ કે બંને એક-બીજાને મહત્વના વ્યૂહાત્મક ભાગીદાર માને છે. શીત યુદ્ધ પૂરૃં થયા બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને અમેરિકાના નેતૃત્વવાળા પશ્ચિમી દેશો વચ્ચે એક નવા શીત યુદ્ધની શરૂઆત થઈ છે. એક સર્વે મુજબ ૪૫ ટકા રશિયન જનતા ભારતને લઈને હજી પણ હંમેશા સકારાત્મક રહે છે. માત્ર ૯ ટકા લોકો નેગેટિવ છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષમાં ભારત, અમેરિકાની વધુ નજીક આવ્યું છે. તેના કારણે રશિયા, ચીન અને પાકિસ્તાન નજીક આવ્યા છે. પરંતુ ભારત-રશિયાનું માનવું છે કે જૂના મિત્રો નવા મિત્રોથી વધુ સારા હોય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે આશા વ્યકત કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન સાથેની તેમની બેઠક બાદ ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદી રશિયાની મુલાકાતે પહોંચ્યા છે.

આ અગાઉ પીએમ મોદીએ કહ્યુ હતુ  કે હુ આજે સોચીમાં યોજાનારી રાષ્ટ્રપતિ પુતિન સાથેની બેઠકને લઇને હુ ં ઉત્સાહિત છુ ં. સોમવારે યોજાનાર આ અનોપચારિક સંમેલન દરમિયાન બંને નેતાઓનુ ધ્યાન વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર કેન્દ્રીત રહેશે.

જેમાં ઇરાન સાથેની પરમાણુ સમજુતિથી દૂર થવાના અમેરિકાના નિર્ણય પર ચર્ચા હાથ ધરવામાં આવશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ બંને નેતાઓ વચ્ચે ચાલનારી ૪ થી ૬ કલાકની બેઠક માટે કોઇ એજન્ડા તૈયાર કરવામા ં આવ્યો નથી.

બંને નેતાઓ વચ્ચે ઇરાન એટમી ડીલથી અમેરિકાની પીછહઠ કરવાના નિર્ણયની આર્થિક અસર, અફઘાનિસ્તાન અને સીરિયાની સ્થિતિ, આતંકવાદના કારણે આગામી શંઘાઇ સહયોગ સંગઠન અને બ્રિકસ સ ંમેલન મુદ્દો પર વાતચીત થવાની શકયતાઓ જોવામાં આવી રહી છે.

બંને નેતાઓ અમેરિકા તરફથી રશિયા પર લગાવામાં આવેલ કાઉન્ટરિંગ એડવસરીઝ થ્રુ સેકશન એકટ (કાટસા)ના ભારત-રશિયા રક્ષા સંબંધો પર પડનારી સંભવિત અસર ઉપર પણ ચર્ચા કરશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમા રશિયાની ચૂંટણીમાં પુતિનની જીત થયા બાદ પ્રથમ વખત રશિયા પહોંચ્યા છે. જયાં બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર સ ંમેલન યોજાશે. જેમાં બંને દેશના આર્થિક અને રાજકિય સંબંધોને મજબુત બનાવવા માટેના પ્રયાસો કરવામા  આવશે. વર્ષ ૨૦૦૦થી દર વર્ષે ભારત અને રશિયા વચ્ચે શિખર સંમેલન યોજાઇ રહ્યું છે.

(6:46 pm IST)
  • લોકસભામાં ભાજપે પૂર્ણ બહુમતી ગુમાવી : સાથી પક્ષોના ભરોસે સરકારઃ ભાજપની ર૮ર બેઠકો હતી, ર૭૩ રહીઃ કર્ણાટકનું પ્રકરણ ભારે પડયુઃ યેદિયુરપ્પા અને રામુલુએ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા હતાઃ જો કે સરકાર પર કોઇ ખતરો નથી access_time 3:08 pm IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST