Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ત્રાસવાદીઓની અંતિમયાત્રા પ્રતિબંધિત કરોઃ સેના

જનાજામાં ઉમટતી ભીડ ભાવૂક બનીને ત્રાસવાદ તરફ ઢળે છેઃ સેનાની આ વાત કોઇ સાંભળતું નથી!

શોપિયા તા.૨૧:  તે સૌથી રોમાંચકારી નજારો હોય છે તે ભાવુક અને દિલને હચમચાવતી ઘટના હોય છે કાશ્મીરી ત્રાસવાદીની અંતિમયાત્રાનું જુલુસ એનકાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રાસવાદીની લાશ પોસ્ટમોર્ટમ બાદ તેના પરિજનોને સોંપી દેવામાં આવે છે થોડા સમયમાં લાશને ભીડ પોતાના કબ્જામાં લઇ લે છે અને ફરી શરૂ થાય છે નારેબાજી તેમજ દર્દનાક માતમનો શોર... જોતજોતામાં સંપૂર્ણ વિસ્તાર ભીડમાં તબ્દીલ થાય છે.

હજારો યુવકો, સ્ત્રીઓ, વૃધ્ધો અંતિમયાત્રાનો ઘેરીને ઉભા રહે છે દુર-દુર સુધી ન પોલીસ, ન જવાનો, ન સીઆરપીએફ અને ન કોઇ કાશ્મીરી નેતા બસ ખભા પર એકે ૪૭ ટાંગીને લાંબાવાળવાળા ત્રાસવાદી જોવા મળે છે પોતાના સાથીને ગન સેલ્યુટની સાથે અંતિમ વિદાય આપવા માટે ગોળીઓનો અવાજ દુર જવાનોના કેમ્પ સુધી સંભળાય છે સેના સમજી જાય છે કે દુર કયાંક ત્રાસવાદીની નવી ટીમ તૈયાર થઇ રહી છે શોપિયા, પુલવામાંથી માંડીને શ્રીનગર સુધીની ભીડ અંતિમયાત્રા સામેલ થાય છે તેમાં બહારના મીડિયાને આવવાની મંજુરી નથી. દરેક અંતિમયાત્રામાં બાદ લશ્કર અને હિઝબુલ મુઝાહિદીન નવા ત્રાસવાદી બનેલા યુવકની તસ્વીર જાહેર કરે છે.

આવતા સપ્તાહમાં પાંચ નવા ત્રાસવાદી બને જેમાં અવંતીપુરાના તૌસીફ ઠોકર પણ સામેલ હતા. બાદમાં તેની પણ તસ્વીર વાયરલ કરવામાં આવી હતી.

સેનામાં કર્નલસ્તરના એક અધિકારી એ જણાવ્યું કે દિલ્હીથી શ્રીનગર સુધીની ઉચ્ચસ્તરીય બેઠકોમાં અમે સીઆરપીએફ  અને જમ્મુકાશ્મીર પોલિસ પણ આ અંમિતયાત્રાનું બંધ કરવા માટે લખીને આપ્યું છે તે ફકત કાશ્મીરનો માહોલ ખરાબ કરી રહ્યા છે.

અગાઉ પાકિસ્તાની ત્રાસવાદીના મરવા પર પણ અંતિમયાત્રા નિકળતી હતી. અઢી વર્ષ પહેલા લશ્કરના કાશ્મીર કમાન્ડર અબુ કાસિમની અંતિમયાત્રામાં એક લાખ લોકો ભેગા થયા હતા. ત્યારથી વિદેશી ત્રાસવાદીની અંતિમયાત્રા પર રોક લગાવામાં આવી હતી. હવે પોલીસ તેના મૃતદેહોને કાશ્મીરના કોઇ વિસ્તારમાં ચુપચાપ દફનાવી દે છે.

(3:49 pm IST)
  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST

  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST

  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST