Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કેરળમાં 'નિપાહ' વાયરસનો ખોફઃ ૧૧ મોત

સારવાર આપી રહેલ નર્સનું પણ મોતઃ કોઝીકોડે જિલ્લામાં એક જ પરિવારના ૩ સહીત પ નો ભોગ લેવાયોઃ ભારે ભયનો માહોલ

ત્રિવેન્દ્રમ, તા., ર૧: કેરલના કોઝીકોડમાં છેલ્લા બે સપ્તાહમાં નિપાહ નામના વાઇરસથી ૧૧ લોકોના મોત થઇ ચુકયા છે. નિપાહ વાઇરસથી એક જ પરીવારની ત્રણ વ્યકિતઓ અને બે બીજી વ્યકિતઓના મોતથી રાજયનો સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઇ ગયો છે.

રાજયના આરોગ્ય મંત્રી કે.કે.શ્યામલાની અધ્યક્ષતામાં મળેલ સ્વાસ્થ્યની વિભાગના અધિકારીઓની બેઠક બાદ તેમણે કહયું હતું કે જે વાઇરસથી આ બિમારી પેદા થાય છે તેનો પ્રકાર જાણી શકાયો નથી અને લોહીના અને બીજા નમુનાઓ પુણેના રાષ્ટ્રીય વિષાણુ સંસ્થાનમાં મોકલાયા છે જેનું પરીણામ થોડા દિવસોમાં આવી જશે.

કોઝીકોડ જીલ્લા, કેરાલામાં ખાનગી હોસ્પીટલમાં પ૦ વર્ષની મહિલા અને તેના બે સગાઓના મોત

રવિવાર ર૦ મી મેએ તાલુકા હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સનું આ વાયરસથી મોત થયેલ. રીપોર્ટ પ્રમાણે હોસ્પીટલમાં દાખલ દર્દીઓના સંપર્કમાં આવ્યા પછી નર્સ પણ તેનો શિકાર બની હતી. વાયરસનો ફેેલાવો વધુ ન થાય તે માટે નર્સના મૃતદેહને તેના પરીવારને સોંપવાને બદલે તુર્ત જ અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.

કોઝીકોડ જીલ્લાધીકારીના વડપણ હેઠળ એક વિશેષદળ બનાવવામાં આવ્યું છે તથા કોઇ પણ આકસ્મીક સ્થિતિને પહોંચી વળવા એક વધારાની બારી પણ ખોલવામાં આવી છે.

શનિવારે ૧૯ મીમેના એક ખાનગી હોસ્પીટલમાં પ૦ વર્ષની એક મહિલા મૃત્યુ પામી હતી. જયારે તેના રપ વર્ષ અને ર૩ વર્ષના બે સગા ૧૮અને પ મેના રોજ મૃત્યુ પામેલ આ પહેલા લોકસભા સાંસદ અને પુર્વ  કેેન્દ્રીય મંત્રી એમ. રામંદ્રને વિષાણુના પ્રકોપને રોકવા કેન્દ્રની દદ માંગી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીને લખેલ પત્રમા઼ રામચંદ્રને જણાવ્યું કે લોકસભામાં વણકારા મત વિસ્તારના કેટલાક તેઓ આ ઘાતક  વિષાણુની લપેટમાં છે. સાંસદના કહેવા પ્રમાણે ડોકટરોએ તે નિપાહ નામનો વાયરસ કહયો છે. જયારે બીજાઓએ તેને જીનેટીક વિષાણુ કહયો છે જે બહુ ઝડપથી ફેલાયેલ છે.

 કેરળના કોઝીકોડમાં નિપાહ વાઈરસના કારણે છની સ્થિતિ ગંભીર છે. ૨૫ લોકોને સર્વેક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન પુણે વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટે બ્લડના ત્રણ સેમ્પલમાં નિપાહ વાઈરસ હોવાની વાતને સમર્થન આપ્યું છે.

કેરળ સરકારે કેન્દ્રને આ મુદ્દે તાત્કાલિક મદદ કરવા અપીલ કરી છે. કેરળની અપીલ પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ એનસીડીસીની ટીમને કેરળનો પ્રવાસ કરવા આદેશ કર્યો છે.

રાજય સરકારની અપીલ પર કેન્દ્રની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) ટીમ કેરળમાં નિપાહ વાઈરસ પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ આ સંદર્ભમાં એક સમિતિની રચના કરી છે, જે આ બીમારીના મૂળ સુધી જશે. આ સાથે વાઈરસની ચપેટમાં વધુ લોકો ન આવે તે માટે ઉપાયકારી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

ચામા ચીડીયા દ્વારા આ મહાભયાનક નિપાહ વાયરસ લોકો-પશુઓ ઉપર ત્રાટકે છે

શ્વાસ લેવામાં તકલીફ-મગજમાં અસર-તાવ જેવા ચિન્હો : ર૦૦૪માં બાંગ્લાદેશમાં સૂવર દ્વારા આ વાયરસ ફેલાયેલ

વિશ્વ આરોગ્ય કેન્દ્ર ('હું') ના જણાવ્યા અનુસાર નિપાહ વાઈરસ ચામાચીડિયા દ્વારા ફળમાં અને ફળ દ્વારા લોકો અને પશુઓ પર આક્રમણ કરે છે. ૧૯૯૮માં પ્રથમ વાર મલેશિયાના કાપુંગ સુંગઈ નિપાહમાં તેનો મામલો સામે આવ્યો હતો અને તેથી તેને નિપાહ વાઈરસનું નામ આપવામાં આવ્યું છે.

સૌપ્રથમ તેની અસર સૂવરમાં જોવા મળી હતી. ૨૦૦૪માં બાંગ્લાદેશમાં આ વાઈરસનો પ્રકોપ સામે આવ્યો હતો. કેરળમાં પ્રથમ વખત આ વાઈરસ ફેલાઈ રહ્યો છે.

આ વાઈરસથી પ્રભાવિત લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પછી મગજમાં બળતરા થાય છે. સમયસર ઈલાજ ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. નિપાહ વાઈરસ પ્રભાવિત લોકોને આઈસીયુમાં રાખીને સારવાર આપવી પડે છે. આ બીમારીથી બચવા માટે ફળ ખાસ કરીને ખજૂર ખાવાનું ટાળવું જોઈએ. ઝાડ પરથી પડતાં ફળનું સેવન કરવું જોઈએ નહીં.

(3:47 pm IST)
  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST

  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST

  • વિજય માલ્યા બાદ હવે નિરવ મોદી લંડનમાં વસી જાય તેવા સંકેત : તેની સંપતિ પણ લંડનમાં જ છે : મેહુલ ચોકસીએ અમેરીકામાં રહેવાની માગી પરવાનગી access_time 3:56 pm IST