Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

એક મુસ્લિમ સહિત બે નાયબ મુખ્યમંત્રી : કોંગ્રેસની સહમતી

સંભવતઃ ૩૦ થી ૩૩ પ્રધાનો સાથે કાલે કુમારસ્વામી કર્ણાટકના સૂત્રધાર બનશે : બંને પક્ષોએ ચર્ચા કરી લીધો નિર્ણય : સોનિયા - રાહુલની લીલીઝંડી

બેંગલુરૂ, તા. ૨૧ : કર્ણાટકના ચૂંટણી જંગમાં મુખ્યપ્રધાનપદેથી યેદિયુરપ્પાના રાજીનામા બાદ રાજ્યના મુસ્લિમોનેપોતાની તરફ આકર્ષવાના એક પ્રયાસરૂપેમુસ્લિમને રાજ્યના નાયબ મુખ્યપ્રધાનબનાવવાના જેડીએસના પ્રસ્તાવને કોંગ્રેસેલીલી ઝંડી આપી દીધી છે. કર્ણાટકમાં સરકારની રચના કરવા માટે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં કેટલીક મહત્વની બાબતો અંગે પણ ચર્ચા થઇ છે.બેઠકમાં બંને પક્ષોએ પ્રધાનો વિશે અનેસાથે જ સ્પીકર તેમજ બે નાયબ મુખ્યપ્રધાનો વિશે પણ ચર્ચા કરી છે.બેઠક બાદ બહાર આવેલા અહેવાલોમુજબ જેડીએસના કુમારસ્વામી રાજ્યના મુખ્યપ્રધાન હશે અને કેબિનેટમાં જેડીએસના ૧૩ અને કોંગ્રેસના ૨૦ પ્રધાનહોઇ શકે છે.

બેઠકમાં ચર્ચાનો મહત્વનોમુદ્દો બે નાયબ મુખ્યપ્રધાનનો હતો. જોકે,કોંગ્રેસ પણ નાયબ મુસ્લિમ મુખ્યપ્રધાનનાનામ અંગે વિચારણા કરી રહી છે પરંતુજોવાનું એ રહે છે કે પલડું કોની તરફ ભારેરહે છે. જેડીએસે કોઇ મુસ્લિમ નેતાનેનાયબ મુખ્યપ્રધાન બનાવવાની રજૂઆત કરી તો કોંગ્રેસે આ બાબતે પ્રદેશ અધ્યક્ષજી.પરમેશ્વર અને ત્રણ દિવસથી ચાલીરહેલા રાજકીય જંગમાં પાર્ટીનાસંકટમોચક રહેલા ડીકે શિવકુમારનું નામ આગળ ધર્યું છે.

અગાઉ, રાજ્યપાલે કુમાર સ્વામીનેબહુમતી એકત્રિત કરીને સરકારબનાવવાનું આમંત્રણ આપ્યું છે. જ્યારેઆવતીકાલે સોમવારે કુમાર સ્વામીકોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધી અનેરાહુલ ગાંધીને મળવા દિલ્હી જવાના છે.નોંધનીય છે કે, કર્ણાટકમાં ત્રણ દિવસ સુધીભારે રાજકીય નાટકબાજી પછી વિધાનસભામાં બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ નીવડવાને કારણે ભાજપના નેતાયેદિયુરપ્પાએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામુંઆપ્યું હતું.

(3:46 pm IST)