Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે લડવા તૈયાર

ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવાલ કહે છે, શિવસેનાને ગઠબંધનમાં રસ હોય તો અમારી સાથે વાત કરે : ભાજપે મહારાષ્ટ્રમાં ર૦૧૯ની તૈયારી આદરી દીધીઃ ઉધ્ધવ ઠાકરેના વલણ પર મદાર

મુંબઇ તા. ૨૧ : જયાં સુધી શિવસેના પહેલ નહીં કરે ત્યાં સુધી ભાજપ તરફથી યુતિ માટે કોઈ વાતચીત નહીં થાય, તેમ રાજયના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું. આવનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી શિવસેના એકલા હાથે લડશે, તેમ સેનાએ અગાઉ જાહેરાત કરી હતી. બન્ને પક્ષોને ભેગા કરવામાં રાજયસ્તરે મહત્ત્વની ભૂમિકા ભજવતા મુનગંટીવારે કહ્યું હતું કે ભાજપે વાટાઘાટો કરવાની કોશિશ કરી હતી, પરંતુ ઉદ્ઘવ ઠાકરેના પક્ષ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ભાજપ હંમેશાં માટે ઈચ્છે છે કે સેના સાથે રહે, પરંતુ હવે અમે યુતિ માટેની વાતચીત અમારા તરફથી કરવાનું બંધ કરી દીધું છે. જો યુતિ કરવી હશે તો હવે સેનાએ પહેલ કરવી પડશે, તેમ તેમણે જણાવ્યું હતું.

હાલમાં કેન્દ્ર અને રાજયમાં શિવસેના એનડીએ સાથે યુતિ ધરાવે છે. જાન્યુઆરી મહિનામાં સેનાએ જાહેરાત કરી હતી કે ૨૦૧૯ની લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સ્વબળે લડશે. યુતિમાં હોવા છતાં વારંવાર વિરોધપક્ષની પંગતમાં બેસી જતી સેનાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે હિન્દુ મત વિભાજિત ન થાય તે માટે સાથે રહેતા હતા, પણ હવે આમ નહીં બને. જોકે ભાજપના સ્થાપના દિવસ નિમિત્ત્।ે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુંબઈ ખાતે જણાવ્યું હતું કે સેના અમારી સાથે જોડાઈ તેમ અમે ઈચ્છીએ છીએ. મુનગંટીવાર અને ઠાકરે વચ્ચેની બેઠકો યોજી શકાય ન હતી અને તેનું કારણ ઉદ્ઘવની વ્યસ્તતા બતાવવામાં આવ્યું હતું.

૨૮મી મેના રોજ પાલઘરમાં યોજાનાર લોકસભાની પેટાચૂંટણીમાં શિવસેના અને ભાજપ સાથે હોવાને બદલે એકબીજા સામે છે. મુનગંટીવારે અગાઉ જણાવ્યું હતું કે જો સેના સાથે આવવા ન ઈચ્છતી હોય તો અમે એકલા લડવા માટે સમર્થ છીએ. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થાવાળા ૧૫ વર્ષના શાસન બાદ કાઙ્ખંગ્રેસ-એનસીપી એકસાથે ન આવવા જોઈએ. ભાજપ વિકાસની રાજનીતિ કરે છે, તે જનતા જાણે છે. સેના સાથે નહીં આવે તો પણ ભાજપ બહુમત મેળવી સત્ત્।ા પર આવશે, તેમ મુનગંટીવારે જણાવ્યું હતું. અગાઉની સરકારની ખોટી નીતિઓને લીધે રાજયનો વિકાસ મંદ પડ્યો હતો, પરંતુ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નેતાગીરીમાં રાજયમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું છે અને ૩૦ ટકા ઓછો વરસાદ આવ્યો હોવા છતાં પણ ખેત ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.

(3:43 pm IST)
  • MPમાં કોંગ્રેસ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર નહિ કરે : મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા વગર કોંગ્રેસ ચૂંટણી લડશેઃ કમલનાથઃ સૂત્રો કહે છે, કમલનાથ અને જયોતિરાદિત્ય જૂથો વચ્ચે જોરદાર વિવાદ ચાલે છેઃ દિગ્વીજયસિંહે પણ નવો મોરચો ખોલ્યો છે access_time 3:42 pm IST

  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST

  • ધોરણ 10ના રીઝલ્ટની તમામ તારીખો ખોટી : બોર્ડ દ્વારા એક પણ તારીખ જાહેર નથી કરાઈ હોવાની સ્પષ્ટતા : ૨૩ મે ના દિવસે પરીક્ષા સમીતીની બેઠક મળશે : બેઠક બાદ જાહેર કરાશે સાચી તારીખ : પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે : માર્કશીટ તૈયાર થયા પછી જ જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામના ૩ દિવસ પહેલા જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામની તારીખોને લઈને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી કરાઈ અપીલ access_time 6:44 pm IST