Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

વિશાખાપટ્ટનમ એક્સપ્રેસના એસી કોચમાં આગ ભભૂકી : ગ્વાલિયરના બિરલા નગર સ્ટેશન પાસે આગ લાગતા રેલવે અધિકારીઓ ફાયરબ્રિગેડ દોડ્યા

વિશાખાપટ્ટનમ એક્સપ્રેસમાં અચાનક આગ લાગવાથી યાત્રીઓમાં અફરા-તફરી મચી ગઈ છે. આગ ગ્વાલિયરના બિરલા નગર સ્ટેશન પાસે b-૬ અને b-૭ કોચમાં લાગી છે. રેલ્વેના અધિકારી અને ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

યાત્રી ટ્રેનમાં આગ લાગવાની ખબર મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટ્રેન નિઝામુદ્દીનથી વિશાખાપટ્ટનમ જઈ રહી હતી. રેલવે અનુસાર ટ્રેન વિરલા નગર સ્ટેશન પાર કરી રહી હતી ત્યારે આગ લાગી અને ટ્રેન વિરલા નગર રેલ્વે પૂલ નીચે ઉભી રહી ગઈ.

આ ટ્રેનમાં આગ બાદ જે ટ્રેક પર ઉભી છે તે રૂટ બાધિત થઇ ગયો છે.

(3:48 pm IST)