Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મુંબઈ હાઇકોર્ટનો જબરદસ્ત ચુકાદો : "પોતાની જનેતાને ત્રાસ આપતા સંતાનનો, માતાનાં ઘર પર કોઈ અધિકાર નથી" : પોલીસને પણ માતાને કોઇપણ સમયે મદદ કરવા કર્યો આદેશ

મુંબઈ : જે દીકરો પોતાની માતા સાથે અસભ્ય વર્તન કરશે અથવા તેમનું અપમાન કરશે તેને માતાના ઘરમાં પ્રવેશવાનો અધિકાર નથી. આવો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં આપ્યો છે. સાઉથ મુંબઈમાં પોતાની પત્ની અને એક બાળક સાથે રહેતા એક વ્યક્તિની 72 વર્ષીય માતાએ પોતાના માલાબાર હિલમાં આવેલા ફ્લેટમાં તેને આવતા અટકાવ્યો તો તેણે કોર્ટની મદદ માંગી હતી.

જસ્ટિસ શાહરુખ કાથાવાલાએ જણાવ્યું કે, માતાના ઘર પર દીકરાનો કોઈ અધિકાર નથી. આ સિવાય તેની માતા તેના દ્વારા ઉભી કરવામાં આવેલી મુશ્કેલીઓને કારણે ઘણી પરેશાન હતી, માટે તે મિલકતમાંથી બેદખલ કરવાના આરોપસર પણ દાવો ન માંડી શકે.

વ્યવસાયે ડોક્ટર આ મહિલાએ જજ સામે કહ્યુ હતું કે, પાછલા ઘણાં વર્ષોથી હું મારા દીકરા દ્વારા થતા માનસિક અને શારીરિક અત્યાચારનો શિકાર છું. મારા દીકરાની માનસિક રોગની સારવાર ચાલી રહી છે, અને હું તેના દ્વારા થતી હિંસાનો સતત શિકાર ની છું. આખરે મેં પોલીસ કેસ ફાઈલ કર્યો અને પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ, 2005 અંતર્ગત ફરિયાદ નોંધાવી. જ્યારે મારી વહુ અને પૌત્ર ઘરની કામવાળી અને કૂતરાની સાથે ફ્લેટ છોડીને ગયા મેં લોક્સ બદલી કાઢ્યા.
મહિલાએ કહ્યું કે, પોતાના દીકરાના ડરને કારણે તેણે પોતાના ફ્લેટમાં રહેવાનું છોડી દીધું. જજ દ્વારા મહિલાને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે, હવે તેમને દીકરા દ્વારા કોઈ હેરાનગતિ નહીં થાય અને તે પોતાના ઘરમાં રહેવા જઈ શકે છે.

જજે માલાબાર હિલ પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટરને આદેશ આપ્યો છે કે, મહિલાને દિવસ હોય કે રાત, જરુર પડે ત્યારે મદદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મહિલાના સ્વર્ગસ્થ પતિ પણ ડોક્ટર હતા અને ફ્લેટ તેના નામ પર છે. દીકરાની ફરિયાદ છે કે તેની માતાએ તેને મિલકતમાંથી બેદખલ કરી દીધો છે અને તે પોતાની દીકરી અને જમાઈને નાણાંકીય મદદ કરવા માંગે છે.

(10:56 am IST)
  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST

  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST

  • સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના સાંકળી ગામે વિજ ચેકીંગમા ગયેલ PGVCL ટીમ પર ગ્રામજનોએ કર્યો પથ્થરમારો access_time 11:18 am IST