Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઉજાલા યોજના હેઠળ 30 કરોડથી વધુ એલઇડી બલ્બનું વિતરણ

નવી દિલ્હી- જાહેર ક્ષેત્રની ઊર્જા કાર્યક્ષમતા સર્વિસીસ લિ (ઇઇએસએલ)એ ઉજાલા (એડવાન્સ્ડ જ્યોતિ બાય એર્ફોડેબલ એલઇડી બલ્બ ફોર ઓલ) પ્રોગ્રામ હેઠળ ૩૦ કરોડ કરતાં વધુ એલઇડી બલ્બનું વિતરણ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ વર્ષ ૨૦૧૫ માં આ યોજનાની શરૂઆત કરી હતી .

  પાવર મંત્રાલય હેઠળની, એનટીપીસી, પીએફસી, આરઈસી અને પાવર ગ્રીડની સંયુક્ત સાહસ એકમ ઈઈએસએલએ જણાવ્યું હતું કે, દેશમાં ૩૦ કરોડ એલઇડી બલ્બના વિતરણથી વાર્ષિક ૩૮૯૫.૨ કરોડ કિલોવોલ્ટ પ્રતિ કલાક (KWH)ની ઊર્જાની બચત થઈ છે , આ સાથે કુલ રકમ રૂ. ૧૫ ,૫૮૧ કરોડની પણ ઊર્જાની બચત થઈ છે.

(12:00 am IST)