Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

નેપાળ ભવિષ્યમાં ભારતીય દૂતાવાસના ક્ષેત્ર કાર્યાલય કરશે બંધ : પોતાનો ઉદેશ્ય કર્યો પૂર્ણ : વડાપ્રધાન ઓલી

કાઠમંડુ: નેપાળનાં પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ કહ્યું કે, ભવિષ્યમાં ભારતીય દૂતાવાસનાં ક્ષેત્ર કાર્યાલયને બંધ કરી દેશે કેમ કે આને હવે પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી લીધેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સીમાવર્તી ક્ષેત્રોમાં ભારતીય માર્ગો પર પરિચાલનને લઇને વાહનોને પાસ રજૂ કરવા માટે 2008માં અસ્થાયી ક્ષેત્ર કાર્યાલય સ્થાપિત કરવાની ઇજાજત આપવામાં આવી હતી.

   કોસીમાં આવેલ બાઢથી પૂર્વ પશ્ચિમ રાજમાર્ગનાં 17 કિ.મી લાંબા ભાગથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયા બાદ આ નિર્ણય ઉઠાવવામાં આવ્યો. શરૂઆતમાં આની સ્થાપના સુનસરી જિલ્લામાં કરવામાં આવી હતી અને બાદમાં આને અહીંયાથી 375 કિ.મી દૂર વિરાટનગર શહેરમાં લઇ જવામાં આવશે.

  સરકાર ગઠન બાદ નેપાલ કમ્યુનિસ્ટ પાર્ટીની સંસદીય દલની પ્રથમ બેઠક બાદ પાર્ટીનાં સહ-અધ્યક્ષ ઓલીએ જણાવ્યું કે કાર્યાલયને બંધ કરવામાં આવશે કેમ કે આનો પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી દીધેલ છે.

(12:00 am IST)