Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મિઝોરમ વિધાનસભા ચૂંટણી બાદ પુર્વોત્તર કોંગ્રેસ મુક્ત થઇ જશે : અમિતભાઇ શાહ

નૅડાના ત્રીજા સંમેલનમાં શાહે કહ્યું તે અગાઉ પુર્વોત્તર રાજ્યોને ભ્રષ્ટાચાર માટે જ ઓળખાતા હતા

ગુવાહાટી : ભારતી જનતા પાર્ટી (ભાજપ)નાં અધ્યક્ષ અમિતભાઈ  શાહે મિઝોરમ વિધાનસભા ચૂંટણી બાદ પુર્વોત્તર કોંગ્રેસ મુક્ત થઇ જશે તેવો દાવો કર્યો હતો મિઝોરમમાં આ વર્ષનાં અંતમાં ચૂંટણી યોજાવાની છે. 

   ભાજપનીત રાજ રાજનીતિક મંચ, પુર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (નેડા)નાં ત્રીજા સમ્મેલનને સંબોધિત કરતા અમિતભાઈ  શાહે કહ્યું કે, પુર્વોત્તરમાં અમે પહેલા અસમમાં ચૂંટણી જીતી, ત્યાર બાદ મણિપુર અને ત્યાર બાદ ત્રિપુરા. ત્રિપુરામાં અમને ભારે જનાદેશ મળતો હતો.

    અમિતભાઈએ કહ્યું કે, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપનાં સમર્થનથી નેડા સત્તામાં છે. ચૂંટણી બાદ મિઝોરમ પણ કોંગ્રેસ મુક્ત થઇ જશે. તેમણે કહ્યું કે, આ વર્ષનાં અંતિમાં મિઝોરમમાં ચૂંટણી બાદ પુર્વોત્તરનાં તમામ આઠ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અહીં એક સાથે બેઠા હશે. 

   તેમણે કહ્યું કે, નેડા માત્ર એક રાજનીતિક મંચ નથી પરંતુ ભુ રાજનીતિક મંચ છે. જેનો ઇરાદો પુર્વોત્તરનો વિકાસ કરવાનો છે. નેડાની રચના અસમમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તે અગાઉ પુર્વોત્તર રાજ્યોને ભ્રષ્ટાચાર માટે જ ઓળખાતા હતા. હવે નેડા સરકારની હાજરીમાં રાજ્ય બ્રીફકેસ રાજનીતિથી ઉપર જઇ ચુક્યા છે અને વિકાસનાં રસ્તે નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે.

 

(12:00 am IST)