Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોના વિશે જ્ઞાન આપવા ભગવાન રામ ધરતી પર અવતર્યા: ભગવાન કૃષ્ણ અને હનુમાન પણ જોડાયા

રામનવમીના અવસર પર લોકોમાં જાગૃતિ ફેલાવવા માસ્ક વગર નીકળ્યા હોય તે લોકોને માસ્ક પહેરાવ્યા હતા

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રામનવમીના અવસર પર લોકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા ખુદ ભગવાન રામે રસ્તા પર ઉતરવું પડ્યું હતું. માસ્ક સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશો પાઠવવા ભગવાન રામની સાથે ભગવાન કૃષ્ણ અને હનુમાનજી પણ જોવા મળ્યા હતા

બેંગલુરૂની એક હોટેલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશાએ રામનવમીના દિવસે લોકોને જાગૃત કરવા અનોખો આઈડિયા વાપર્યો હતો. ત્રણેય મિત્રો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધરીને લોકો વચ્ચે નીકળી પડ્યા હતા. તેમણે માસ્કનો જથ્થો પણ પોતાના સાથે રાખ્યો હતો અને માસ્ક વગર નીકળ્યા હોય તે લોકોને માસ્ક પહેરાવ્યા હતા

(8:16 pm IST)