Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જીએસટી કાયદા હેઠળ સંપતિ જપ્ત કરવાનો આદેશ વધારે કડક ગણાય : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી,તા. ૨૧: સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યુ કે જીએસટી કાયદા હેઠળ કોઇ વ્યકિતના બેંક ખાતા અને સંપતિ જપ્ત કરવાનો આદેશ આપવો તે કઠોર નિર્ણય છે. સુપ્રીમે કહ્યુ છે કે પ્રશાસન આનો ઉપયોગ અનિયંત્રીત રીતે ન કરી શકે.

જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ એમઆર શાહની બેંચે કહ્યુ કે કાર્યવાહી ચાલતી હોય તે દરમ્યાન હંગામી રીતે સંપતિ વગેરેની જપ્તીનો અર્થ એ છે કે ચુકવવાની ફાઇનલ રકમ અંગેનો આખરી નિર્ણય નથી લેવાયો એટલે હંગામી રીતે જપ્તી કાયદામાં અપાયેલ પ્રક્રિયા અને શરતોને અનુરૂપ જ હોવી જોઇએ. સુપ્રીમકોર્ટ રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિમાચલ પ્રદેશ સરકારના નિર્ણય વિરૂધ્ધ કરેલ અરજી પર રાજ્યના જીએસટી અધિનિયમની કલમ ૮૩ વ્યાખ્યા કરતા આ વાત કહી હતી. સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યુ કે કમિશ્નરે એ વાતનો હંમેશા ખ્યાલ રાખવો જોઇએ કે આ જોગવાઇ લોકોની સંપતિ પર પૂર્છવ્યાપી હુમલો કરવા માટે નથી. આ ત્યારે જ કરવું જોઇએ. જ્યારે સરકારી રાજસ્વના હિતોની રક્ષા માટે તેમ કરવું અત્યંત જરૂરી હોય.

(11:59 am IST)
  • સાબરમતી કાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકશાન : સાબરકાંઠાના વાતાવરણમાં પલટોઃ જિલ્લામાં મધરાત બાદ ભારે પવન સાથે વરસાદ, ખેતરમાં ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. access_time 4:07 pm IST

  • કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધનની જાહેરાત : COVID19 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળની વીમા યોજના, આરોગ્ય સેવા આપતા કર્મચારીઓ માટે આજથી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. access_time 11:31 pm IST

  • આયુષ મંત્રાલયના નિર્દેશોના પગલે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરમાર્ગે દોરેલા દાવા બદલ રાજકોટ સ્થિત ઉત્પાદકને સમન્સ પાઠવવામાં આવ્યા છે, જેમણે કહ્યું છે કે તેમનું ઉત્પાદન 'આયુધ એડવાન્સ' એ 'કોવિડ ટ્રીટમેન્ટ માટે પહેલી ક્લિનિકલ રીતે ચકાસાયેલ દવા' છે અને તે રિમડેસિવીર કરતા ત્રણ ગણી સારી છે : PIB access_time 10:06 am IST