Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાઃ આવતા ત્રણ સપ્તાહ ઘણા મહત્વના

તપાસ વધારવા - આરોગ્ય તંત્ર મજબુત કરવાના આદેશો

નવી દિલ્હી, તા.૨૧: કોરોના સંકટ બાબતે વડાપ્રધાન મોદીના રાષ્ટ્ર જોગ સંબોધન પહેલા મંગળવારે નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડોકટર વી કે પોલે કહયું કે સંક્રમણ બાબતે આગામી ત્રણ સપ્તાહ અત્યંત નાજુક બની શકે છે.

આને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તેઓ કોરોના ટેસ્ટીંગ વધારે અને ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ સપ્તાહ અનુસાર પોતાની લેબોરેટરીઓ અને હોસ્પિટલોના માળખાને મજબૂત કરે. કેન્દ્રિય ગૃહસચિવ અજય ભલ્લા અને કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા બોલાવાયેલ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓને આ સંદેશ આપવામાં આવ્યો હતો.

બેઠકમાં ડો.પોલે ચિંતાજનક સ્થિતી બાબતે કોવિડ-૧૯ અંગેની સાવચેતીઓ માટે આગામી ત્રણ અઠવાડીયા બહુ મહત્વપુર્ણ ગણાવ્યા. અનુસાર લોકોની અવરજવર પર કડક પ્રતિબંધો, વધારે ભીડ કરવા પર પ્રતિબંધ તથા બજારોના સમય નક્કી કરવા સહિતના કડક નિયમો લાગુ કરવાની જરૂર છે. ભલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી કે આર ટીપીસી આ ટેસ્ટ વધારવામાં આવે.

બેઠકમાં દિલ્હીના અધિકારીઓ પણ હાજર હતા અને તેમણે કોરોનાના વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં લઇને બેડની અછત અંગે જણાવ્યુ તથા કેન્દ્રને મદદ કરવા વિનંતી કરી.

(11:57 am IST)
  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST