Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વિશ્વમાં સપ્તાહમાં જ વધી ગયા પર લાખ દર્દીઓ

રપ થી પ૯ વર્ષની વયના લોકોમાં ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

નવી દિલ્હી તા.ર૧ : દુનિયાભરમાં કોરોના મહામારી ફરીથી હાહાકાર મચાવી રહી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે આ સાત દિવસો દરમ્યાન દુનિયાભરમાં પર લાખથી વધારે નવા કોરોના દર્દીઓ વધી ગયા છે. નવા કેસો બાબતે સતત આઠમાસ સપ્તાહમાં વધારો નોંધાયો છે, જયારે મૃતકોની સંખ્યામાં સતત પાંચમાં સપ્તહે વધારે જોવા મળ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટા અનુસાર, મંગળવારે સવારે સંક્રમિત લોકોનો વૈશ્વિક અંકડો ૧૪,૧૮,૧૩,રપ૭ નોંધાયો, જયારે કોરોનાથી મરનારાઓની સંખ્યા ૩૦,ર૭, ૩પ૩ થઇ છે.

વિશ્વભરમાં કોરોના મહામારીથી સૌથી અસરગ્રસ્ત અમેરિકા છે.ે ફકત અમેરીકામાં પ લાખ ૮૦ હજારથી વધારે મોત થયા છે. અને ત્રણ કરોડ ર૦ લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. અમેરિકા પછી ભારત અને બ્રાઝીલ આવે છે.ડબલ્યુ એચ.ઓના પ્રમુખ ટેડ્રોસ ઘેબરેસસે કહ્યું કે રપ થી પ૯ વર્ષની ઉંમરના લોકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જે ખતરાની ઘંટડી સમાન છે. આ કોરોનાના નવા વેરીયન્ટ વધુ સંક્રમણ હોવાનું પરિણામ પણ હોઇ શકે છે. વિશ્વભરમાં રસીકરણમાં ઝડપ લાવવાની જરૂર છે.

દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને એલાન કર્યુ કે હવે ૧૬ વર્ષથી વધુ વયના દરેક અમેરિકન નાગરીક કોરોના વેકસીન  મુકાવી શકશે તેમણે સોમવારે એક ટવીટમાં કહ્યું કે આજથી ૧૬ વર્ષથી વધુવયનો દરેક અમેરીક રસી મુકાવવા માટે યોગ્ય ગણાશે તે મફત અને સુરક્ષિત છે. તેમણે દરેક અમેરીકાને રસી મુકાવવા અપીલ કરી છે.

(10:56 am IST)