Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

દેશને લોકડાઉનથી બચાવવું છે : રાજ્યો લોકડાઉન અંતિમ ઉપાય તરીકે ઉપયોગ કરે : નરેન્દ્રભાઈની અપીલ

માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરફ ધ્યાન આપે : શ્રમિકો ભયભીત ન થાય, તેમનું ધ્યાન રાખે : દેશ અત્યાર સુધી કોરોના સામે મજબૂતાઈથી લડશે છે. યુવાનોને આગળ આવવા હાકલ : વેકસીન ઝડપભેર ચાલી રહેલ છે : ૧૯ મિનિટનું સંબોધન

દેશમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું મોજું ઉગ્ર સ્વરૂપે ફરી વળ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ આજે રાતે દેશવ્યાપી સંબોધન કર્યું હતું અને કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે તે છતાં આપણે દેશને ફરી લોકડાઉનથી બચાવવાનો છે. મારી રાજ્ય સરકારોને અપીલ છે કે તેઓ લોકડાઉનનો અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરે. એને બદલે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે. આપણે મર્યાદાનું પાલન કરવાનું છે. કોરોનાથી બચાવના તમામ ઉપાયોનું પાલન સો ટકા કરવાનું છે. એકદમ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાનું છે.

મોદીએ વધુમાં કહ્યું કે, આ સંકટની ઘડીમાં પ્રશાસનોએ લોકોને સતર્ક અને જાગ્રત કરવાના પ્રયાસોને વધારવાની જરૂર છે, જેથી ડરનો માહોલ નિયંત્રણમાં રહે. કોરોનાની બીજી લહેર વાવાઝોડું બનીને ભારત પર આવી પડી છે, પરંતુ આપણે જનભાગીદારીની તાકાતથી કોરોનારૂપી આ વાવાઝોડાને પરાસ્ત કરી શકીશું એવો મને વિશ્વાસ છે.

વડા પ્રધાને વધુમાં કહ્યું કે, દુનિયામાં સૌથી વધુ ઝડપે ભારતમાં કોરોના-વિરોધી રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ છે. 1-મેથી તો દેશમાં 18-વર્ષથી ઉપરની વયના તમામ લોકોને પણ સરકાર તરફથી મફતમાં રસી આપવાનું કામ શરૂ કરવામાં આવશે. મારી રાજ્ય પ્રશાસનોને વિનંતી છે કે તેઓ શ્રમિકોને પણ રસી મળે એવી વ્યવસ્થા કરે અને એમને રસી આપે. એમને વિશ્વાસ અપાવે કે તેઓ હિજરત ન કરે અને જ્યાં છે ત્યાં જ રહે. એમને રસી પણ આપવામાં આવશે અને રોજગાર પણ આપવામાં આવશે.

દેશમાં કોરોના કેસ વધી જતાં દેશના ફાર્મા સેક્ટરે દવાઓનું ઉત્પાદન અનેક ગણું વધારી દીધું છે. આપણા દેશ પાસે મજબૂત ફાર્મા સેક્ટર છે, જે ખૂબ સારી અને ઝડપથી દવાઓ બનાવે છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ આપણે ધૈર્ય ગુમાવવાનો નથી. તો જ આપણે વિજય હાંસલ કરી શકીશું. એ જ મંત્રને સામે રાખીને દેશ દિવસ-રાત કામ કરે છે. પડકાર મોટો છે, આપણે સાથે મળીને આને પાર કરવાનો છે.

દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી અને પહેલી કરતાં વધારે ઘાતક એવી લહેરમાં વડા પ્રધાન મોદીનું આ પહેલું રાષ્ટ્રવ્યાપી સંબોધન હતું.

(10:08 am IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • કોરોનાની અસર વડોદરા હવાઇ સેવા ઉપર પડી : વડોદરામાં કોરોનાની અસર હવાઇ સેવા ઉપર પડી, મુસાફરો ન મળતા ર ફલાઇટ કેન્સલ થઇ. વડોદરાથી દિલ્લી અને મુંબઇની ફલાઇટ કેન્સલ થઇ છે. access_time 4:06 pm IST