Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વાયરસને નષ્ટ કરવા પીપીઈ કીટ-માસ્ક માટેનું ફેબ્રિક તૈયાર

હિમાચલની IIT મંડીના વૈજ્ઞાનિકોનું સંશોધન : એક માસ્ક ૩૦ રૂપિયામાં તૈયાર થશે જ્યારે કીટના વિશેષ કાપડની કિંમત પ્રતિ સ્ક્વેર સેમી ૨.૫થી ૩ રૂપિયા હશે

નવી દિલ્હી, તા. ૨૦ : કોરોનાની બીજી લહેર વચ્ચે હિમાચલ પ્રદેશની આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ પીપીઈ કીટ અને માસ્ક માટે એક એવું ફેબ્રિક તૈયાર કર્યું છે જે કોરોના વાયરસને નષ્ટ કરવામાં સક્ષમ હશે. આ પ્રકારના કાપડમાંથી બનેલું એક માસ્ક ૩૦ રૂપિયામાં તૈયાર થશે જ્યારે કીટના વિશેષ કાપડની કિંમત પ્રતિ સ્ક્વેર સેમી ૨.૫થી ૩ રૂપિયા હશે. આ ફેબ્રિકથી બનેલી કીટનો ઉપયોગ સાધારણ કપડાની જેમ વારંવાર કરી શકાશે. તડકામાં રાખવાથી આ મટીરિયલ પોતાની સફાઈ કરવા સક્ષમ બનશે.

આ ફેબ્રિકથી શ્વાસ લેવાની ક્ષમતામાં કોઈ ઘટાડો નહીં થાય. આઈઆઈટી મંડીની સ્કુલ ઓફ બેઝિક સાયન્સના સંશોધકોએ આ જોરદાર શોધ કરી છે. સંશોધન પ્રમાણે આ ફેબ્રિકથી બનેલી પીપીઈ કીટ અને માસ્કને ૬૦ વખત ધોવામાં આવે ત્યાર બાદ પણ તેની ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જળવાઈ રહેશે. આ ફેબ્રિકમાં મોલિબ્ડેનમ સલ્ફાઈડ, એમઓએસ૨ના નેનોમીટર આકારની શીટ સામેલ કરવામાં આવી છે. તેના ધારદાર કિનારા અને ખૂણા ચપ્પાની જેમ બેક્ટેરિયા અને વાયરલ પટલનો છેદ કરી તેને મારી નાખે છે.

નેનોનાઈફ મોડિફાઈડ ફેબ્રિકમાં ૬૦ વખત સુધી ધોવાયા બાદ પણ ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જોવા મળી હતી. પીપીઈ કીટ અને માસ્કના નિકાલમાં લાપરવાહીથી સંક્રમણ ફેલાવાનું જોખમ છે પરંતુ આ ફેબ્રિક આવા જોખમને ઘટાડે છે. આ ફેબ્રિકને ફક્ત આકરા તડકામાં રાખવામાં આવે એટલે તે સાફ થઈને ફરી પહેરવા યોગ્ય બની શકે છે.

(12:00 am IST)
  • સાબરમતી કાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકશાન : સાબરકાંઠાના વાતાવરણમાં પલટોઃ જિલ્લામાં મધરાત બાદ ભારે પવન સાથે વરસાદ, ખેતરમાં ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. access_time 4:07 pm IST

  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 119 કેસ સાથે કુલ 516 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:54 pm IST