Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

જેટ એરવેઝ માટે રાહતના એંધાણ :મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી ખરીદવા ઇચ્છુક હોવાના હેવાલ

મુંબઈ :નાણાકીય કટોકટી બાદ જેટ એરવેઝનું સંચાલન બંધ થયું છે પનીને તાત્કાલિક હજારો કરોડની જરૂર છે,જોકે બેંકોએ તાત્કાલિક રાહત આપવાની ના પાડી દીધી છે. એરલાઇનને ફરીથી શરૂ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.તેવામાં જેટ એરવેઝ માટે રાહતના એંધાણ રૂપ અહેવાલ મુજબ  દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી ખરીદવા માંગે છે. જોકે તેમની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે જેટને ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) જમા કર્યું નથી. 

 

રિપોર્ટ અનુસાર એતિહાદ એરવેઝ (Etihad Airways) દ્વારા જેટમાં ભાગીદારી ખરીદવા માટે ઇચ્છુક છે. હાલમાં એતિહાદની ભાગીદારી 24 ટકા છે. કંપનીમાં જેટને ખરીદવા માટે EoI પણ જમા કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી આ માર્ગે ડૂબતાં જેટને તારવા માટે કામ કરશે અને એતિહાદની ભાગીદારી જેટ એરવેઝમાં 49 ટકા થઇ જશે. 

એવિએશન ફીલ્ડમાં FDIના નિયમોની વાત કરીએ તો 49 ટકા ભાગીદારી ખરીદવામાં એતિહાદને કોઇ પરમિશનની જરૂર પડશે નહી. તેનાથી વધુ ભાગીદારી ખરીદવા માટે સરકાર પાસે પરવાનગીની જરૂર પડશે.

(10:14 pm IST)