Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

આત્મઘાતી હુમલાખોરો કોઇ ધાર્મિક ચર્ચને નિશાન બનાવી શકે : શ્રીલંકન પોલીસે 10 દિવસ પહેલા ઇન્ટેલિજન્સ એલર્ટ જાહેર કર્યું હતું

શ્રીલંકન પોલીસે 10 દિવસ પહેલા જ એલર્ટ જાહેર કર્યું હતું સ્થાનિક અહેવાલ મુજબ શ્રીલંકન પોલીસ ચીફ પુજુથ જયસુન્દરાએ 10 દિવસ પહેલા જ ઇન્ટેલિજન્સ એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં હુમલા અંગે ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ જણાવવામાં આવ્યું કે આ આત્મઘાતી હુમલાખોરો કોઇ ધાર્મિક ચર્ચને નિશાન બનાવી શકે છે.

    શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સાઓમાં ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે બે ચર્ચ અને બે હોટલને નિશાન બનાવતાં 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ત્યારબાદ બપોરે વધુ બે બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ છે. આમ, કુલ 8 બ્લાસ્ટમાં 187 લોકોનાં મોત થયા છે.

    અંગ્રેજી ન્યૂઝવેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણએ વિદેશી ઇન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ હુમલાને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે.

     કોલંબોમાં થયેલા આત્મઘાતી હુમલામાં 35થી વધુ વિદેશી નાગરિકોનાં મોત થયા છે, જેમાં UK, USA અને નેધરલેન્ડના નાગરિકોનો સમાવેશ થાય છે.

(9:32 pm IST)