Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

ટીસીએસની માર્કેડ મૂડી ૪૯૪૩૭ કરોડ વધી : છેલ્લા સપ્તાહમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધારે વધારો થયો હોવા છતાં આરઆઈએલ પ્રથમ સ્થાન ઉપર

મુંબઈ, તા. ૨૧ : દેશની ૧૦ ટોચની કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સંયુક્ત રીતે ૯૮૫૦૨.૪૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધુ વધાર થયો છે. ગુરૂવારના દિવસે પુરા થયેલા ગાળા દરમિયાન અન્ય કંપનીઓમાં રિલાયન્સ, એચડીએફસી બેંક, એચયુએલ, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. જ્યારે ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટમૂડી સૌથી વધુ વધી હોવા છતાં હાલમાં તે બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં બુધવાર અને શુક્રવારના દિવસે રજા રહી હતી. મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડેની શેરબજારમાં રજા રહી હતી. છેલ્લા સપ્તાહમાં ખૂબ ઓછો કારોબાર થયો હતો કારણ કે બે રજા રહી હતી. સેન્સેક્સમાં ગુરૂવારના દિવસે ૩૭૩ પોઈન્ટનો ઉછાળો થતા તેની સપાટી ૩૯૧૪૦ નોંધાઈ હતી. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૪૯૪૩૭.૬૭ કરોડ રૂપિયાનો વધારો થતા તેની માર્કેટ મૂડી વધીને ૮૦૫૦૭૪.૧૪ કરોડ થઈ હતી. કંપની દ્વારા માર્ચ ૨૦૧૯ના ત્રિમાસિક ગાળા માટે તેના નેટ પ્રોફિટમાં વધારો દર્શાવવામાં આવ્યા બાદ કંપનીના શેરમાં સતત વધારો થયો છે. નેટ પ્રોફિટમાં કંપની દ્વારા ૧૭.૭ ટકાનો વધારો દર્શાવવામાં આવ્યા પછી ટીસીએસની માર્કેટ મૂડી વધી રહી છે. બીજી બાજુ આરઆઈએલની માર્કેટ મૂડી ૨૫૯૫૭.૧૮ કરોડ વધીને ૮૭૬૫૮૫.૮૧ કરોડ થઈ ગઈ છે. એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેડ મૂડી પણ વધી છે. ઈન્ફોસિસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. તેની માર્કેટ મૂડી ૧૩૭૪૦.૩ કરોડ રૂપિયા ઘટીને હવે ૩૧૨૯૯૦.૨૫ કરોડ નોંધાઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટીએ આરઆઈએલ પ્રથમ સ્થાને જ્યારે બીજા સ્થાને ટીસીએસ અકબંધ રહી છે. આવતીકાલથી નવા કારોબારી સત્રમાં સ્પર્ધા રહેશે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

શેરબજારમાંમ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની મૂડીમાં ઘટાડો થયો છે. કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ઈન્ફોસિસ

૧૩૭૪૦.૩

૩૧૨૯૯૦.૨૫

એસબીઆઈ

૩૯૨૬.૮૩

૨૭૭૪૬૬.૧૭

એચડીએફસી

૩૮૪૭.૪૧

૩૪૪૯૫૮.૮૪

આઈટીસી

૧૫૩૨.૩૩

૩૭૩૦૯૪.૪૫

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:03 pm IST)