Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

શ્રીલંકામાં બ્‍લાસ્‍ટ પછી ભારતીય કમિશ્‍નરના સતત સંપર્કમાં સુષ્‍મા સ્‍વરાજ હેલ્‍પલાઇન નંબર જાહેર કર્યા

 

નવી દિલ્હી : શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં બોમ્બ બ્લાસ્ટને લઈને અનેક ભારતીયો પણ ત્યાં રહેતા પોતાના પરિચિતોને લઈને ચિંતામાં છે. આ હુમલામાં અનેક વિદેશીઓ ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલ કોઈ ભારતીયની જાનહાનિના અહેવાલ નથી. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશ્નરના સતત સંપર્કમાં છીએ.

આ ઉપરાંત વિદેશ મંત્રાલયે ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ભારતીય હાઇ કમિશ્નરે ટ્વિટ કરીને કહ્યું કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

(3:45 pm IST)