Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

લોકસભા ચૂંટણી ર૦૧૯ના અંતિમ શરણમાં પાટણમાં વડાપ્રધાન મોદીની વિરાટ જાહેર સભામાં ઉમટ્યો

માનવ મેરામણ : વડાપ્રધાને કોંગ્રેસીઓ પર માછલા ધોયા : આંતકવાદ મુદ્દે મોદીનો અડગ નિર્ધારઃ ''કા હું રહી કા આંતવાદી રહેશે'' : ગુજરાતની તમામ ર૬ બેઠકો જીતાડી આશીર્વાદ આપવા વડાપ્રધાનની લોકોને અપીલ : હવે કોઇ કોંગ્રેસી નેતા એરસ્ટ્રાક પર સવાલો કરી શકતા નથી : કોંગ્રેસના નેતાઓએ સેનાના વડાઓને પણ ગુડા કહ્યા છે આપણ વડે : પાકિસ્તાનમાં ૪૮ કિ.મી. દુર સુધી હુમલો કરી શકે તેવી ટેન્ક સેનાને આપી છે : વિશ્વની ચોથી મહાશકિત બન્યું છે ભારત

પાટણ: આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો છેલ્લો દિવસ છે. ત્યારે ઉત્તર ગુજરાતની 3 લોકસભા બેઠકોને લઈને ભાજપનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રચાર કરવા માટે પાટણ પહોંચ્યા હતા.અહીં તેમણે લોકોને કહ્યું હતું કે, આ વખતના ચૂંટણી પરિણામમાં ગુજરાતની એકેય બેઠક ઓછી થઈ તો દેશભરમાં ચર્ચા થશે. આ પહેલા શરૂઆતમાં તેમણે પાટણના ઈતિહાસના વખાણ કરીને જણાવ્યું હતું કે રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે અને આખું ભારત 100ની નોટ પર એકબાજુ ગાંધીજી ગુજરાતના અને બીજી રાણકી વાવ જુએ છે.

હનુમાન જયંતી હમણાં જ ગયું છે, પંચમુખી હનુમાનજી મહારાજમાં બધું બરાબર કર્યું હતું કે નહીં. પાટણવાળાને પંચમુખી વગર પાંદડુએ ન ફરે. આપણી આ ધરતી આસુરી તત્વોનો સંહાર કરનાર મા ભગવતી મહાકાલી અને પંચમુખી હનુમાનજી મહારાજ. આ ધરતીને વંદન કરું છું. પાટણ આવીએ અને પાટણ નગરીની જાહોજલાલી, સિધ્ધરાજ જયસિંહ અને આમ પગ મુકતાં જ ગુજરાતની અસ્મિતાનું સૂવર્ણપુષ્ય આપણી સામે એકપછી એક ખુલવા માંડે. આપ વિચાર કરો 600 વર્ષ સુધી જે ધરતીએ ગુજરાતની રાજધાની તરીકે ગુજરાતનું માર્ગદર્શન કર્યું . ગુજરાત અને દેશમાં આગવી ઓળખ ઊભી કરી એ પાટણની ધરતી. અને જૂના જમાનાના લેખોમાં લખ્યું છે

ચૌર્યાસી ચોક બાવન બજાર, અને સોના ચાંદીની કંસાર આ પાટણની ઓળખ

અને મારો પણ જરા નિકટનો નાતો રહ્યો છે. તમારા બધા જોડે

પહેલા પાટણમાં કાગડાની ખડકી, સોનીવાડો, બીજલાની પોળ. બધુ એવું ને એવું જ છે કે બદલાઈ ગયું.

આ પાટણ ની ભૂમિ એ વર્ષો સુધી ભારત અને વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે

હવે તો દેશની ચલણી નોટોમાં પણ ગુજરાતનો દબદબો છે. એક તરફ આપણા મહાત્મા ગાંધીજી અને બીજી તરફ આપણી પાટણની રાણકી વાવ.

મારા માટે આ ચૂંટણી સભા નથી પરંતુ મને જેમણે મોટો કર્યો તેમના દર્શન કરવાનો અવસર છે. સામાન્ય રીતે સારા પ્રસંગે આપણે જે રીતે વડીલો ના દર્શન લઈએ છીએ તે રીતે આજે હું મારા માટે સર્વસ્વ એવા ગુજરાતીઓનો આશીર્વાદ લેવા આવ્યો છું.

તમે બધા ગુજરાતીઓએ મને ટીપી ટીપી ને ઘડ્યો છે. તમે મને જે કસોટી માંથી પાસ કર્યો છે તેમાં હું ક્યારેય ઉણો નથી ઉતર્યો.

આજે દુનિયાના નેતાઓ સાથે હું હાથ મિલાવતો હોઉં અને તમારી સાથે હાથ મિલાવતો હોઉં ત્યારે એની ઉર્જા અને ખુમારી કંઈક અલગ હોય છે.

આ આતંકવાદ ને કોંગ્રેસ પાર્ટી એ પાળીને મોટો કર્યો છે. પરંતુ એમણે જે કાર્યો કર્યા એ કામ કરવા માટે હું પ્રધાનમંત્રી ન્હોતો બન્યો

આપણા દેશના સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી તો આ મહામિલાવટી લોકો એ એના પુરાવા માંગવાનું શરુ કર્યું.

આ સરદાર પટેલની ધરતીનું સંતાન આજે પ્રધાનમંત્રી બન્યો છે. દેશને આગળ ધપાવવા દેશને નુકશાન પહોંચાડતા તત્વોને નાથવા ખુબ જરૂરી છે

દેશ આગળ વધે એ કોંગ્રેસ ને પસંદ નથી. આપણે દેશની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લીધા છે. સંરક્ષણ ક્ષેત્રે દેશને મજબૂત કરવા માટેના તમામ પગલાં લીધા છે.

મારા ગુરૂજન પણ તમે, મારા સાથી ગોઠીયા પણ તમે એટલે આશીર્વાદ લેવાનું સ્વાભાવિક છે, સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારેય ટોણો મારવોનો મોકો ન મળવો જોઈએ. 23મી મે ચૂંટણીના પરિણામો આવશે. 23મી એપ્રિલે તમે મતદાન કરશો. પરિણામ આવે ત્યારે ફિર એક બાર.... મોદી સરકાર એતો બધું પાક્કુ છે

40 વર્ષ થયા આતંકવાદે હિંદુસ્તાનના આંસુ સુકવા દીધા છે? આ જાણે રોજનો કાર્યક્રમ બની ગયો હતો, કોઈ કલ્પના કરી શકે કે મંદિરની બહાર પોલીસ મૂકવી પડે. સોમનાથ જઈએ તો મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે. 40 વર્ષમાં આવી દુર્દશા કોણે કરી? આજે જે બરબાદીના મંજર ઉભા થયા એના મૂળમાં કોંગ્રેસ છે

લાંબો સમય મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો મોકો મળ્યો તે આજે સંપૂર્ણ દેશમાં કામે લગાડ્યું, મારા જેટલું સીએમ તરીકે કામ કરનાર કોઈ પીએમ બન્યા નથી એટલે જ જે કોઈ નીતિ બની તે જમીનથી જોડાયેલી બની

આપણે તો નક્કી કરી લીધું છે, ખુરશીને રહેવું હોય તો રહે જવું હોય તો જાય કાં હું રહીશ કા આતંકવાદ રહેશે

આજે શરદ પવારે કહ્યું છે કે મોદી શું કરે તે કોઈને ખબર ન પડે, જો શરદ પવારને ખબર ન પડતી હોય તો ઇમરાન ખાનને ક્યાંથી ખબર પડે

આપણે દેશના 21 કરોડ લોકોના વીમા ઉતરાવ્યા છે. ગરીબના પરિવારોના ઉત્થાન માટે જરૂરી પગલાં લીધા છે.દેશની સ્વચ્છતા માટે પણ જરૂરી પગલાં લીધા છે. આપણા દેશમાં યોજાયેલા કુંભના મેળાની અને તેની સ્વચ્છતાની વિદેશના સંચારપત્રોએ પણ નોંધ લીધી છે.

(12:47 pm IST)