Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

વડાપ્રધાન મોદીને માપવા અધરા કયારે શુ કરે તે નક્કી નહી : એટલે હું ગભરામણનો અનુભવું છું: NCP પ્રમુખ શરદ પવારે મહારાષ્‍ટ્રમાં વડાપ્રધાનની રેલી બાદ વ્‍યકત કર્યુ પોતાનું મંતવ્‍ય

મુંબઇ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું કે, તેઓ ખુબ જ ગભરાયેલા છે, ખબર નહી વડાપ્રધાન મોદી આગળ શું કરશે. ઉલ્લેખનીય છે કે, એકવખત નરેન્દ્ર મોદીએ પવારને રાજનીતિમાં પોતાના ગુરૂ ગણાવ્યા હતા. શરદ પવારે બારામતી લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, મોદી કહે છે કે તેઓ મારી આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા, પરંતુ હવે હું ખુબ જ ગભરાઇ રહ્યો છું. કારણ કે આ વ્યક્તિ શું કરશે, કોઇ જ નથી જાણતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બારામતી લોકસભા ક્ષેત્રથી પવારની પુત્રી સુપ્રિયા સુલે ચૂંટણી મેદાનમાં છે.

વડાપ્રધાન મોદીએ 2016માં પુણે જિલ્લામાં એક સમારંભમાં એનસીપી પ્રમુખની સાથે મંચ વહેંચતા કહ્યું હતું કે, તેઓ પવારની આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા હતા. પવારે કહ્યું કે, ભાજપ પ્રમુખ અમિત શાહે હાલમાં જ બારામતીની મુલાકાત લીધી હતી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને આ ક્ષેત્રમાં એક જનસભાને સંબોધિત કરવાનું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, સમગ્ર દેશને આ સ્થાળની મુલાકાત લેવામાં રસ છે.

પવારે કહ્યું કે, ભાજપ પુછી રહ્યું છે કે યુપીએ સરકારે શું કર્યું હતું પરંતુ તેઓ તે જણાવવામાં નિષ્ફળ રહ્યા છે કે તેણે સત્તામાં રહેવા દરમિયાન 10 વર્ષમાં શું કર્યું. પવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં સાત રેલીઓ કરી અને તમામ રેલીઓમાં મુદ્દો શરદ પવાર હતો.

(12:03 pm IST)