Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

જામનગરમાં હાર્દિકની હત્યાનું કાવતરું ? : પોલીસમાં હાર્દિકની સત્તાવાર લેખીત રજુઆત : મોટો ખળભળાટ

કાલે જામનગરમાં હાર્દિક પટેલની હત્યાનું કાવતરું હોવાની પોલીસને રજૂઆત

રાજકોટ ;કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની જામનગરમાં હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પોલીસને લેખિત રજૂઆત કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે

 

જામનગર પોલીસને હાર્દિક પટેલની સત્તાવાર લેખિત રજુઆત કરાઈ છે કે જામનગરમાં હત્યાનું કાવતરું ઘડાયું છે

પાસના કન્વીનર નિખિલ સવાણીએ જણાવ્યું છે કે, અમને અમારા  અંગત સૂત્રો દ્વારા માહિતી મળી  છે કે, આવતીકાલે જામનગરમાં હાર્દિક પટેલ ની હત્યાનું કાવતરું ઘડાયું છે, એટલા માટે હાર્દિક પટેલે પોતાના ઓફિશીયલ 

લેટર થી જામનગર પોલીસને રજૂઆત સાથે જાણ કરી છે..

(11:41 am IST)