Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ISIS મોડ્યુલનો પર્દાફાશ :NIAનાં દરોડામાં 4 શખ્શોની અટકાયત

નેતાઓ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા આત્મઘાતી હુમલો અને સીરિયલ વિસ્ફોટની ફિરાકમાં હતા

નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટથી પ્રભાવિત એક ગ્રુપના સભ્યને દિલ્હીથી ધરપકડ કરી છે. કહેવાઇ રહ્યું છે કે, આ વ્યક્તિ દિલ્હી સહીત સમગ્ર ઉતરભારતમાં નેતાઓ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા આત્મઘાતી હુમલો અને સીરિયલ વિસ્ફોટની ફિરાકમાં હતા

 . એનઆઇએનાં પ્રવક્તાએ જણાવ્યું કે, અમરોહાનાં મોહમ્મદ ગુફરાને પૂર્વમાં ધરપકડ કરાયેલા આરોપીઓનાં સહયોગથી આઇએસઆઇએસથી પ્રેરિત આતંકવાદી સંગઠન હરકત ઉલ હર્બ એ ઇસ્લામની સ્થાપના કરી. આ ઉપરાંત હૈદરાબાદ અને વર્ધામાં પણ દરોડા દરમિયાન 4 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

   આ લોકોએ આ આતંકવાદી સંગઠનને ભારત સરકારની વિરુદ્ધ યુદ્ધ કરવાનાં ઇરાદાથી ઉભું હતું. આ મુદ્દે ધરપકડ કરવામાં આવેલો 13 વ્યક્તિ છે. અધિકારીઓએ કહ્યું કે, દિલ્હી એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં આતંકવાદી હુમલાનું કાવત્રુ રચનારા આતંકવાદીઓમાંથી ગુફરાન પ્રમુખ હતા. આ સંગઠન પર સરકારે બિનકાયદેસર ગતિવિધિઓ અટકાવવાના અધિનિયમ હેઠળ કેસ પ્રતિબંધ લગાવેલો છે. એનઆઇએનાં અધિકારીઓનાં અનુસાર  ગુફરાનને રવિવારે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

(1:32 am IST)