Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભા સચિવ પાસે સમિક્ષા માટે મોકલ્યો : પ્રસ્તાવ પર કોંગ્રેસ તથા વિપક્ષના વરિષ્ઠ નેતાઓની સહી ન હોવાથી જાગી ચર્ચાઓ

નવી દિલ્હી : કોંગ્રેસનાં નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા સીજેઆઇ દીપક મિશ્રાની વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ રાજ્યસભાનાં સચિવને સોંપી દીધા છે. હવે રાજ્યસભા સચિવ મહાભિયોગનાં પ્રસ્તાવનો અભ્યાસ કરીને તેની સમીક્ષા કરશે. નિયમો અુસાર રાજ્યસભા સભ્યો દ્વારા આપવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને સભાપતિ દ્વારા તેને સ્વીકૃતી મળવા અને રાજ્યસભા સભ્યો સુધી તેને પહોંચાડવાની પ્રક્રિયા પહેલા જાહેર કરવામાં આવી શકે નહી, સાથે મુદ્દે સદનની અંદરની કાર્યવાહી પર કોઇ પણ કોર્ટમાં સુનવણી શક્ય નથી

કલમ 121 હેઠળ કોઇ પણ જજની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને સંસદમાં રાખવામાં આવે ત્યાં સુધી સાંસદ તે અંગે જાહેર સ્વરૂપે ચર્ચા નહી કરી શકે. બીજી તરફ લોકસાનાં નિયમ (334) અનુસાર સદનનાં સ્પીકર દ્વારા પ્રસ્તાવને સંસદમાં મુકવામાં આવે ત્યાં સુધી લોકસભાનો કોઇ પણ સાંસદ તેને જાહેર રીતે દેખાડી કે ચર્ચા કરી શકે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે 6 અને વિપક્ષી દળોની સાથે મળીને ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભાનાં સભાપતિને સોંપ્યા છે. બીજી તરફ કોંગ્રેસનાં મહાભિયોગ લાવવાનાં નિર્ણય અંગે પાર્ટીની અંદર ઘણા સવાલો ઉઠવા લાગ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રસ્તાવની વિરુદ્ધ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મનીષ તિવારી અને લોકસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે. બીજી તરફ પ્રસ્તાવ અંગે પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પી.ચિદમ્બરમ, વીરપ્પા મોઇલી જેવા વરિષ્ઠ નેતાઓની સહી નહી હોવાનાં કારણે ભાજપ દ્વારા પણ વિપક્ષ પર સવાલો ઉઠી રહ્યા છે.

(11:38 pm IST)