Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

દિલ્હીમાં નકલી બિયારણનું ઉત્પાદન કરનાર એકમનો પર્દાફાશ :ત્રણની ધરપકડ :68,42 લાખના બીજની વિવિધ જાતોનો જથ્થો જપ્ત

નવી દિલ્હી :દિલ્હી પોલીસે  નકલી બિયારણનું ઉત્પાદન કરનાર ઔદ્યોગિક એકમનો પર્દાફાશ કર્યો છે અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. સાથોસાથ, 68.42 લાખ રૂપિયાની કિંમતની બીજની વિવિધ જાતોને જપ્ત કરવામાં આવેલ છે.

 

  જિલ્લા પોલીસ વડા રામનાથ પોકેલેએ જણાવ્યું કે પોલીસે પ્રદેશ કૃષિ વિભાગ અને બીજ પ્રમાણન નિયંત્રણ વિભાગ સાથે મળીને કચેરી રોડ ખાતે રહેતા કલ્પેશ તાપારના ઘર પર દરોડા પાડ્યા હતા. તેમણે જણાવ્યુ કે પોલીસને પહેલાં પણ ઘણી વાર ફરિયાદો મળી હતી કે નકલી બિયારણનું વેચાણ વધી રહ્યું છે. આ દરોડા દરમિયાન પોલીસે બીટી કપાસ, રીંગણ અને અન્ય શાકભાજીઓ તેમજ ફળોનાં નકલી બીજોને જપ્ત કર્યાં છે. તેમના જણાવ્યા અનુસાર પોલીસે ખાલી પેકેટને પણ બરબાદ કર્યાં જેના પર પ્રતિષ્ઠિત બ્રાન્ડનાં નામ છપાયેલાં હતાં.

(9:39 pm IST)