Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કર્ણાટક વિધાનસભાની ચૂટણીંમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સોનિયા ગાંધીનું નામ નહિ !!

કેપ્ટન અમરિન્દર સિંહ, સચિન પાયલટ, નવજોતસિંહ સિદ્ધૂ, શશી થરુર, ફિલ્મ સ્ટાર નગ્મા અને ખુશ્બૂના નામ સામેલ

બેંગ્લુરુ :કર્ણાટકમાં બારમી મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે પાર્ટીના મોટા નેતાઓની યાદી તૈયાર કરી છે. પરંતુ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની સંભવિત યાદીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ નથી. નાદુરસ્ત તબિયતને કારણે સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર માટે કર્ણાટકના પ્રવાસે નહીં જાય તેવું માનવામાં આવે છે.
   કર્ણાટકમાં પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ, સચિન પાયલટ, નવજોતસિંહ સિદ્ધૂ, શશી થરુર, ફિલ્મ સ્ટાર નગ્મા અને ખુશ્બૂના નામ સામેલ છે. આ સિવાય અન્ય સાથી પક્ષોના પણ કેટલાક નેતાઓ ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક જવાના છે.

(9:27 pm IST)