Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેન્ક કરશે અપીલ

પંજાબ નેશનલ બેંક એ દરેક દેશોની અદાલતોમાં અપીલ કરશે જ્યાં નિરવ મોદી અને મેહુલ ચોક્સીનો બિઝનેશ છે.

નવી દિલ્હી :પંજાબ નેશનલ બેંકમાં કોરોડ રૂપિયાનો કૌભાંડ આચરીને દેશમાંથી ભાગેલા ડાયમંડ બિઝનેસમેન નિરવ મોદી સામે બેંક હોંગકોંગની કોર્ટમાં અપીલ કરશે. નિરવ મોદી હોંગકોંગમાં હોવાના સમાચાર છે. નિરવ મોદીને આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે.

   પ્રાપ્ત માહિતી પ્રમાણે પંજાબ નેશનલ બેંક એ દરેક દેશોની અદાલતોમાં અપીલ કરશે જ્યાં નિરવ મોદી અને મેહુલ ચોક્સીનો બિઝનેશ છે. જ્યાં આ બંને લોકોએ અનેક સંપત્તીઓ વસાવી છે. બીજીંગ ઉપર હોંગકોંગમાં પણ નિરવ મોદીની દુકાન છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  નિરવ મોદી, તેના માતા મેહુલ ચોક્સી અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ ઉપર પંજાબ નેશનલ બેંક સાથે રૂ.12,717 કરોડનો છેતરપિંડીનો આરોપ છે. કંપનીની વેબસાઇટ અનુસાર, તેનું કામ અમેરિકા, યુરોપ, પશ્વિમ એશિયા અને ભારત સહિતના દેશોમાં ફેલાયેલું છે. જોકે, તેણે પોતાની હાલની સ્થિતિને રોકડ અને સપ્લાય ચેનની ખામીઓને જવાબદાર ઠેરવી છે. અદાલતમાં દાખલ દસ્તાવેજો પ્રમાણે તેની કંપનીએ 10 કરોડ ડોલર અસ્ક્યામતો અને દેવાનો ઉલ્લેખ કર્યો છે.

  થોડા દિવસ પહેલા નિરવ મોદીની ધરપકડ ઉપર ભારતની વિનંતી વિશે પૂછવા પર ચિની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયાને જણાવ્યું હતું કે, વન કંટ્રી ટૂ સિસ્ટમ અને એચકે એસએઆરના નિયમો અનુસાર તે કેન્દ્ર સરકારની મદદ અને સ્વિકૃતીના અંતર્ગત, એચકેએસએઆર અન્ય દેશોની સાથે ન્યાયિક સહાયતાને લઇને યોગ્ય કાર્યવાહી કરી શકે છે.

(9:20 pm IST)