Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ચીનમાં 16 મહિનાનું બાળક 2,4 ઈંચનું નેઇલ કટર ગળી ગયું

ફીફીના પેટમાંથી ડૉક્ટર્સે એન્ડોસ્કોપી કરીને તેના પેટમાંથી નેઈલ કટર બહાર કાઢ્યું

ચીનના એક 16 માસના બાળક અક્સમાતે નેઇલ કટર ગળી જતા ડૉક્ટર્સે એન્ડોસ્કોપી કરીને તેના પેટમાંથી નેઈલ કટર બહાર કાઢ્યું હતું નોર્થ-ઈસ્ટ ચીનમાં આવેલા ચાંગચુન્ગમાં રહેતું બાળક માતાના હાથમાંથી નેઈલ કટર લઈને રમવા લાગ્યું અને અચાનક રમતી વખતે નેઈલ કટર ગળી ગયું. ઘટના બાદ બાળકને તરત જ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો.

    માતાએ 16 મહિનાના પુત્રને નેઈલ કટર મોંઢામાં નાંખતાં જોયો ત્યારે તેણે પુત્રના પીઠ પર હળવા હાથે માર્યું જેથી તે નેઈલ કટર બહાર કાઢે. પરંતુ નેઈલ કટર બહાર નીકળવાને બદલે બાળકના પેટમાં ઊતરી ગયું. ડોક્ટરને બાળકના પેટમાંથી 2.4 ઈંચ લાંબું નેઈલ કટર મળ્યું, જેને એન્ડોસ્કોપની મદદથી સફળતાપૂર્વક બહાર કાઢી નંખાયું.

   બાળકની માતાએ જણાવ્યું કે, “હું મારા પુત્ર ફીફી નખ કાપતી હતી તે વખતે તેણે મારા હાથમાંથી નેઈલ કટર ખેંચી લીધું અને ઘરમાં આમતેમ દોડવા લાગ્યો.” 17 એપ્રિલે બપોરે 3 વાગ્યે ફીફી સાથે આ દુર્ઘટના થઈ હતી. જે બાદ ફીફીની મમ્મી તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ. જ્યાં ડૉક્ટરે તેના પેટનો એક્સ-રે કરતાં નેઈલ કટર ફીફીના પેટમાં ફસાયેલું દેખાયું.

   ફીફીને એનેસ્થેસિયા આપીને ડૉક્ટર્સે એન્ડોસ્કોપી કરીને તેના પેટમાંથી નેઈલ કટર બહાર કાઢ્યું. 25 મિનિટની મહેનતના અંતે ડૉક્ટર્સ ફીફીના પેટમાંથી નેઈલ કટર બહાર કાઢવામાં સફળ રહ્યા. ઓપરેશનના થોડા કલાકો બાદ ફીફીને રજા આપી દેવાઈ.

(7:43 pm IST)