Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ડિવોર્સ પેપરમાં સહીના બહાને બોલાવી નરાધમ પતિએ અપહરણ કરી મિત્ર પાસે કરાવ્યો બળાત્કાર

વિરાર સ્થિત સુમસાન મકાનમાં લઇ જી મોડીરાત્રે પતિ અને તેના મિત્રે કર્યો વારાફતરી બળાત્કાર

મુંબઈ :પતિ પત્ની વચ્ચે ડિવોર્સ લેવાના હોય ડિવોર્સ પેપરમાં સહી કરવાના બહાને પત્નીને બોલાવીને તેનું અપહરણ કરીં મિત્ર પાસે બળાત્કાર કરાવવાના આરોપસર મુંબઈ પોલીસે 32 વર્ષિય એક યુવકની ધરપકડ કરી છે સેશન્સ કોર્ટે પાછલા અઠવાડિયે આરોપી સુકેન્દુ અજીત જાનાની જામીન અરજી રદ કરી હતી આ બાદથી જ અજીત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. બાંદ્રા પોલીસે એક ટ્રેપ દ્વારા આરોપીની ધરપકડ કરી છે જયારે  તેના મિત્રની શોધખોળ ચાલી રહી છે.

   પીડિત મહિલા અને અજીતના લગ્ન 2005માં થયા હતા. બંનેનો એક દીકરો પણ છે. બાંદ્રા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી ઘણીવાર દારૂપીને મહિલા સાથે મારપીટ કરતો હતો. તેના કારણે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. 2011માં બંને અલગ થઈ ગયા હતા. આ બાદ મહિલા બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં રહેવા લાગી અને આરોપી પોતાના દીકરા સાથે વિરાર શિફ્ટ થઈ ગયો.

  2017માં મહિલાએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ એપ્લિકેશન દાખલ કરી પરંતુ અજીત ડિવોર્સ નહોતો ઈચ્છતો આથી તેણે પેપરમાં સહી કરવા માટે બહાના બનાવા લાગ્યો. 12 માર્ચ 2018એ અજીતે મહિલાને ફોન કરીને કહ્યું કે તે પેપર સાઈન કરવા માટે તૈયાર છે અને બાંદ્રાના પાલી હિલ સિગ્નલ પર મળવા માટે બોલાવી. બપોરે લગભગ અઢી વાગ્યે અજીત અને તેનો મિત્ર ટેક્સી લઈને ત્યાં પહોંચ્યા. અજીતે મહિલાને બોરિવલી કોર્ટમાં જઈને પેપરમાં સહી કરવા માટે કહ્યું.

  જ્યારે મહિલાએ ઈનકાર કર્યો તો બંનેએ જબરજસ્તી તેને કેબમાં બેસાડીને ડ્રાઈવરને જવા માટે કહ્યું. અજીતે મહિલાના મોઢાં પર રૂમાલનો ડૂચો દીધો અને રિતેશે હાથ પકડી રાખ્યા. આ બાદ તે બંને મહિલાના વિરાર સ્થિત એક સુમસાન ઘરમાં લઈ ગયા અને બંધ કરી દીધી. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, મોડી રાત્રે અજિત અને રિતેશે વારા ફરતી તેની સાથે રેપ કર્યો. તે બેભાન ન થઈ ત્યાં સુધી અજીત તેને મારતો રહ્યો.

  પછી લગભગ સવારે 6 વાગ્યે તે ભાનમાં આવી ત્યારે અજીત અને રિતેશ બાજુના રૂમમાં ઊંઘી રહ્યા હતા. તે મેઈન દરવાજો ખોલીને ભાગવામાં સફળ રહી. તે ત્યાંથી વિરાર પોલીસ સ્ટેશન ગઈ અને ફરિયાદ કરી. જોકે મહિલા બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ ગયો. પોલીસના અધિકારીઓએ કહ્યું, અમે આરોપીઓની વિરુદ્ઘ આઈપીસીની કિડનેપિંગ અને રેપની કલમો અંતર્ગત મામલો દાખલ કર્યો છે અને રિતેશને શોધી રહ્યા છીએ.

(7:41 pm IST)