Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

હવે બેન્ક સાથે ઠગાઈ કરી ભાગી જનારની મિલ્કતો જપ્ત કરીને અને વેચી શકાશે

વટહુકમને કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી :વિજય માલ્યા ,નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા સામે કસાશે ગાળિયો

નવી દિલ્હીઃ હવે બેંકમાંથી હજારો કરોડો રૂપિયાની લોન લઈને દેશ બહાર નાસી જનારા ભાગેડુની મિલ્કતો જપ્ત કરીને વેચી પણ શકાશે આ અંગે કેન્દ્રની મોદી સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ફ્યુગિટિવ ઇકોનોમિક અફેન્ડર ઓર્ડિયન્સ, 2018ને મંજૂરી આપી દીધી છે. આ વટહુકમમાં નીરવ મોદી જેવા ભાગેડુઓની મિલકતો જપ્ત કરવાની અને તેને વેચવાની જોગવાઈ છે.

  બેંકમાંથી કરોડોની લોન લઈને કૌભાંડો કર્યા બાદ ભારતીય ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રમાંથી નાસી જનારા લોકોને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો છે. તાજેતરમાં જ મુંબઈના ડાયમંડ જ્વેલર્સ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને દેશ છોડી નાસી ગયા હતા. આ પહેલાં પણ વિજય માલ્યા એસબીઆઈને હજારો કરોડનો ચૂનો લગાવી નાસી ગયો હતો.

(7:00 pm IST)